ભારતને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની સિદ્ધિ બદલ શુભેચ્છા: કમલા હેરિસ
પીએમ મોદીએ શુભેચ્છા બદલ દુનિયાના નેતાઓનો આભાર માન્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચંદ્રયાન-3ની સફળતાને પગલે ઈસરોને સમગ્ર વિશ્ર્વમાંથી શુભેચ્છાઓના સંદેશ મળી રહ્યા છે. ઈસરોને શુભેચ્છા પાઠવવામાં અમેરિકા, બાંગ્લાદેશ, શ્રીલંકાના નેતાઓ પણ પાછળ નથી. બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના નેતાઓને શુભેચ્છા પાઠવવા બદલ તેમનો આભાર માન્યો હતો. અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર જણાવ્યું કે, ચંદ્રમાના દક્ષિણ ધુ્રવ પર ચંદ્રયાન-3ના સફળતાપૂર્વક અને ઐતિહાસિક લેન્ડિંગ માટે ભારતને અભિનંદન. આ મિશનમાં સામેલ બધા જ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો માટે આ એક અવિશ્ર્વસનીય સિદ્ધિ છે. આ મિશન અને અવકાશ સંસ્ધોનમાં તમારી સાથે વ્યાપકરૂૂપે જોડાવાનું અમને ગૌરવ છે. નાસાના અધિકારી બિલ નેલ્સને કહ્યું, ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર ઈસરોને અભિનંદન. ભારતને ચંદ્ર પર અવકાશયાનની સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનવા બદલ શુભેચ્છા. અમે આ મિશનમાં તમારા ભાગીદાર બનીને ખુશ છીએ.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિનાએ જણાવ્યું કે, ભારતના ચંદ્ર મિશનની સફળતાની ઊજવણીમાં બાંગ્લાદેશ પણ જોડાયું છે. વિજ્ઞાન અને અવકાશ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતની આગેકૂચ બધા જ દક્ષિણ એશિયન દેશો માટે અત્યંત ગર્વ અને પ્રેરણાની બાબત છે.
શેખ હસિનાએ વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવતી ટ્વીટ પણ કરી હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમાસિંઘેએ જણાવ્યું કે, ભારતની ઐતિહાસિક સિદ્ધિનો શ્રીલંકાને પણ ગર્વ છે. તેમણે વડાપ્રધાન મોદીને ચંદ્રયાન-3ની સફળતાના અભિનંદન પાઠવ્યા હતા.વડાપ્રધાન મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન કહ્યું કે, મને ગઈકાલથી દુનિયાભરમાંથી શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે. દુનિયાભરમાં ભારતની આ સિદ્ધિને માત્ર એક દેશની નહીં, પરંતુ સંપૂર્ણ માનવજાતની સફળતા તરીકે જોવામાં આવી છે. આ સમગ્ર દુનિયા તરફથી ભારતીય વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવવાનો પ્રસંગ છે.
- Advertisement -