વિશ્ર્વમાં દર વર્ષે 10માંથી 1 વ્યક્તિ ખરાબ ભોજનના કારણે બિમાર પડે છે !
ખાસ-ખબર સંવાદદાતા
આજે દુનિયાભરમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવાઈ રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ વખતની થીમ સુરક્ષિત ભોજન અને બહેતર સ્વાસ્થ્ય રાખી છે. ડબલ્યુએચઓએ ચેતવણી આપતા જણાવ્યું છે કે દુનિયામાં દસમાંથી એક વ્યક્તિ દર વર્ષે ખરાબ ખોરાક ખાવાને કારણે બીમાર થાય છે.
- Advertisement -
ખરાબ ખોરાક દુનિયાભરમાં થતી અનેક પ્રકારની સંક્રાત્મક બીમારીઓનું કારણ હોય છે. આ સ્થિતિમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બહેતર રાખવું હોય તો ચોખ્ખા અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થોના ઉપયોગ પર જોર દેવું જોઈએ.
ડબલ્યુએચઓ અનુસાર દુનિયાભરમાં 200થી વધુ બીમારીઓનું કારણ ખરાબ ખોરાક હોય છે, જે વાયરસ, બેકટીરીયા, પેરાસાઈટ અને રાસાયણીક પદાર્થોના કારણે ખરાબ થાય છે. રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં સાત લાખ લોકોના મોત એન્ટ્રી માઈક્રોબિયલ રેજીસ્ટેંટ સંક્રમણના કારણે થાય છે.
આટલુ જ નહીં, ખરાબ ખોરાકના કારણે પરજીવી સાથે જોડાયેલ રોગના કારણે વ્યક્તિને સામાન્યથી લઈને ગંભીર સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થઈ શકે છે. અનુમાન છે કે 11 પ્રકારની પરજીવી સંબંધી બીમારીઓ દર વર્ષે 4.84 કરોડ લોકોને બીમાર બનાવે છે.
95 અબજ ડોલરનું આર્થિક નુકસાન
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી 2019માં જાહેર રિપોર્ટ અનુસાર ખરાબ ખોરાકથી દુનિયાભરમાં 4.20 લાખ લોકોના મોત થાય છે.
- Advertisement -
ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં ખરાબ ખોરાક ખાવાથી થતી બીમારીઓ, કસમયે મોત અને અપંગતાથી આ દેશોને 95 અબજ ડોલરનું નુકશાન થાય છે. એક અહેવાલ અનુસાર આહારમાં ફળ, શાકભાજી અને અનાજની કમી અને પ્રોસેસ્ડ મીટ, રેડ મીટ અને સુગર ડ્રીંકસની અધિકતાથી બીમારી વધી શકે છે.