વિશ્વકપ સહિતની ક્રિકેટ ટુનર્મિેન્ટમાં આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળશે. ક્રિકેટ ટીમોમાં વધારો જોવા મળી શકે છે. આઈસીસી એ હવે વન ડે ) અને ટી20 વિશ્વકપમાં ટીમોને વધારવા પ્લાન અમલમાં મુક્યો છે. આઈસીસી ની મંગળવારે મળેલી બેઠકમાં વિશ્વકપ, ચેમ્પિયન્સ ટ્રોફી સહિતના આયોજનોની સાથે ટીમ સંખ્યા વધારવાની વાત પણ સામે આવી છે.
મીડિયા રિપોર્ટસ મુજબ વર્ષ 2019માં વન ડે વિશ્વકપ 10 ટીમો સાથે રમાડવામાં આવ્યો હતો. જેમાં હવે વધારો કરીને ટીમની સંખ્યા 14 કરાશે. જેની શરુઆત 2027 ના વિશ્વકપ થી થઇ શકે છે. 20 વિશ્વકપ્ની આગળની સિઝન માટે 20 ટીમોની ફોર્મ્યુલા અપનાવાઇ શકે છે. 2024, 2026, 2028 અને 2030 દરમ્યાન રમાનારા ટી20 વિશ્વકપમાં 55 મેચોની ટુનર્મિેન્ટ રમાશે. આગામી ભારતમાં રમાનાર 20 વિશ્વકપમાં 16 ટીમો ભાગ લેનારી છે.
- Advertisement -
જ્યારે 2025 અને 2029 ની ચેમ્પિયન્સ ટ્રોફી 8 ટીમો વચ્ચે રમાશે. આઇસીસી મહિલા ટુનર્મિેન્ટનુ શિડ્યુઅલ પહેલા થી જ નક્કિ કરી દેવામા આવ્યુ છે. વિશ્વકપમાં ટીમો વધારવાનુ કારણ વર્લ્ડ વાઇડ ગ્રોથ વધારવા માટેનો પ્રયાસ ગણાવાઇ રહ્યો છે. આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ 2025, 2027, 2029 અને 2031માં રમાનાર છે.
રિપોર્ટસ મુજબ વન ડે વિશ્વકપમાં ફરી થી સુપર સિક્સ ફોર્મેટ લાવવા ઇચ્છી રહ્યુ છે. જે ફોર્મેટ વર્ષ 1999 થી લઇને 2007 સુધી વન ડે વિશ્વકપ્નો હિસ્સો હતુ. જોકે 2007 ના વિશ્વકપ દરમ્યાન ભારતીય ટીમ ઝડપ થી બહાર થઇ ગઇ હતી. ત્યાર બાદ સુપર સિક્સ ફોર્મેટ હટાવી દેવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ 2011 અને 2015 માં વિશ્વકપમાં ભારત ક્વાર્ટર ફાઇનલ મેચ રમ્યુ હતુ. આઇસીસી એ માન્યુ હતુ કે, વન ડે સુપર લીગનો ફાયદો થયો છે. જેના થી ક્રિકેટ એસોશીએટ દેશોમાં વિસ્તારવામાં મદદ મળી છે.
વન ડે વિશ્વ કપમાં 14 ટીમોના નિર્ણય બાદ આઇસીસી એ ટી20 વિશ્વકપમાં ટીમોને વિસ્તારવા માટેની મંજૂરી આપી દીધી છે. આઇસીસી મુજબ વર્ષ 20124 થી 2030 વચ્ચે દર વર્ષે ટી-20 વિશ્વકપ્નુ આયોજન કરવામાં આવશે. વર્ષ 2021 ટી20 વિશ્વકપ ભારતમાં યોજાનારો છે. હાલમાં કોરોના મહામારીને લઇને સંકટ સર્જાયુ છે.
જોકે આઇસીસી ભારતમાં વિશ્વકપ યોજવાને લઇ 28 જૂને નિર્ણય લેશે. જે દરમ્યાન નકિક કરાશે કે વિશ્વકપ ભારતમાં આયોજીત કરાશે કે વિદેશમાં. જોકે ટુનર્મિેન્ટના આયોજક હકક બીસીસીઆઇ પાસે જ રહેશે એમ સ્પષ્ટ કર્યુ હતુ.