18 વર્ષનો ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપના ફાઇનલમાં ચીનના ખેલાડી ડિંગ લિરેનને હરાવીને સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે ત્યારે હવે આના વિરોધીઓ આ મેચ પર ફિકસીંગનો આરોપ લગાવી રહ્યા છે. રશિયા ચેસ ફેડરેશને આ મેચની તપાસની માંગ કરી છે.
લિરેનનું હારવું અસંભવ
- Advertisement -
રશિયાએ એક એજન્સી સાથે વાત કરતાં કહ્યું હતું કે, ” વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપના ફાઇનલના પરિણામથી પ્રોફેશનલ ચેસ પ્લેયર અને ચેસના ચાહકો ખુશ નથી. ગુકેશની સામે રમાયેલી છેલ્લી મેચમાં આવેલા પરિણામ સામે રાઉન્ડ દરમિયાન ચીનના પ્લેયરે અમુક એવી ચાલ રમી હતી કે શંકા ઊભી કરે છે. FIDE એ આની તપાસ કરવી જોઈએ. ડિંગ લિરેન જે પરિસ્થિતિમાં હતો તેમાં કોઈ પણ ફર્સ્ટ ક્લાસ પ્લેયર માટે હારવું મુશ્કેલ છે. એવું લાગી રહ્યું છે કે ચીનના પ્લેયરે જાણી જોઈને આ બાજી હારી છે અને આના લીધે ઘણા બધા સવાલ ઊભા થાય છે”
ચીનના ડિંગ લિરેને ગયા વર્ષે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપનું બિરુદ પોતાના નામે કર્યું હતું. આ વર્ષે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ફરી આ બિરુદ મેળવવા માટે રમ્યો હતો. સિંગાપોરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારતના ડી ગુકેશ સાથે તેની ટક્કર ચાલતી હતી. 13 માં રાઉન્ડમાં બંને પ્લેયર 2-2 ની જીત સાથે બરાબરી પર હતા, 9 રાઉન્ડ ડ્રો થયા બાદ, ગુરુવારે 12 ડિસેમ્બરે ચેમ્પિયનશીપનો 14 મોં અને છેલ્લો રાઉન્ડ હતો. આ નિર્ણાયક રાઉન્ડમાં 18 વર્ષીય ગુકેશે ચીની ગ્રાન્ડ માસ્ટરને માટ આપીને 7.5-6.5 ના અંતરથી આ બિરુદ પોતાના નામે કરી લીધું હતું.