તસવીર મેક્સિકોના સાન્ટા મારિયા ટાઉનની છે. અહીં બુધવારે અચાનક 300 ફૂટ પહોળો અને 60 ફૂટ ઊંડો ખાડો પડી ગયો. તેનું કદ દર કલાકે વધી રહ્યું હોવાથી સ્થાનિકો ભયભીત છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે ભૂવિજ્ઞાનના દોષના કારણે ખાડો પડ્યો છે.

7200 ફૂટની ઊંચાઇ પર ગાર્ડન
- Advertisement -

પર્વતરાજ હિમાલયનાં પંચાશૂલી શિખરો અને તેની સામે રંગબેરંગી ફૂલોથી ગુલઝાર ટ્યૂલિપ ગાર્ડન. જાણે સ્વર્ગ ધરતી પર ઉતરીને અહીં વસી ગયું હોય. આ નજારો ઉત્તરાખંડના પિથૌરાગઢ સ્થિત મુનસ્યારી ટ્યૂલિપ ગાર્ડનનો છે, જ્યાં વન વિભાગે ઉજ્જડ જમીન પર સુંદર ફૂલોનો બગીચો બનાવ્યો છે. વિભાગ હવે કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થવાની રાહ જુએ છે, જેથી દેશભરમાંથી લોકો આવે અને આ સુંદર બગીચો નિહાળે. મુનસ્યારીમાં જે 30 એકર જગ્યામાં આ બગીચો બનાવાયો છે તે વિસ્તાર અગાઉ ઉજ્જડ હતો. મુનસ્યારી ગાર્ડન દરિયાની સપાટીથી 7200 ફૂટની ઊંચાઇ પર છે. આ અંગે ડીએફઓ ડૉ. ભાર્ગવ જણાવે છે કે અહીં બગીચો બનાવવામાં ઘણી મુશ્કેલી પડી. ઊંચાઇ પર હોવાના કારણે અહીં માત્ર જંગલી ઘાસ હતું. તેના કારણે જમીનની ગુણવત્તા ખતમ થઇ ચૂકી હતી પણ ટીમના પર્યાવરણ સંરક્ષણ માટેના જુસ્સાના કારણે માત્ર 1 વર્ષમાં આ કામ થઇ શક્યું. ખાસ વાત એ છે કે સમગ્ર પ્રોજેક્ટ પાછળ માત્ર 1.36 લાખ રૂ. ખર્ચ થયો.
રેલવે, સડક કે જળમાર્ગે યુરોપની સફર

આ તસવીર ક્રોએશિયાના કસ્તેલ ગોમિલિકા મરિના વિસ્તારની છે. દુનિયાભરના પર્યટકોમાં મશહૂર આ ક્ષેત્ર લક્ઝુરિયસ યૉટ, ફેરી ટૂર અને યુરોપિયન હૉલિડે માટે મશહૂર છે. શનિવારે અહીં આગ લાગતાં 5 લક્ઝુરિયસ યૉટ સળગી ગઇ હતી જ્યારે 18ને નુકસાન પહોંચ્યું હતું પણ હવે અહીં ફરી રોનક જોવા મળશે. ખાસ વાત એ છે કે અહીંથી રેલ, સડક કે જળમાર્ગે આખું યુરોપ ફરી શકાશે. આ જ કારણથી અહીં સપ્ટેમ્બર સુધીના બુકિંગ ફુલ થઇ ચૂક્યાં છે.
- Advertisement -

ઈરાનની નૌસેનાના સૌથી મોટા યુદ્ધજહાજમાં આગ, ઓમાનની ખાડીમાં ડૂબ્યું
ઈઝરાયલ સાથે તણાવ વચ્ચે ઈરાનને જોરદાર ઝટકો લાગ્યો છે. તેમની નૌસેનાનું સૌથી મોટું યુદ્ધજહાજ ખર્ગ ભીષણ આગ લાગ્યા પછી ઓમાનની ખાડીમાં ડૂબી ગયું હતું. સતત 20 કલાક સુધી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરાયા હોવા છતાં આ દુર્ઘટના ઘટી. જોકે, ચાલકદળના તમામ સભ્યોને બચાલી લેવાયા હતા.