ખાસ-ખબર સંવાદદાતા
બદલી રહેલા પર્યાવરણ અને આબોહવા સંબંધી વિવિધ સમસ્યાઓના ઉકેલ લાવવા માટે એક ઇન્ટરનેશનલ ઈનિશિએટિવ એશિયા રેઝિલિયન્ટ સિટીઝ પ્રોજેક્ટમાં યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (ઞજઅઈંઉ) દ્વારા એશિયાના ચાર શહેરોનો સમાવેશ થઇ રહ્યો છે જે પૈકી ભારતના એકમાત્ર રાજકોટ શહેરને પાર્ટનર સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે.
આ પ્રોજેકટ અનુસંધાને તા. 04/08/2023ના રોજ રાજકોટમાં રીજન્સી લગુન રિસોર્ટ ખાતે વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપ આજે અને આવતીકાલ સુધી રહેશે. ઉપરાંત આ વર્કશોપમાં રાજકોટ મહાનગરપાલિકા, પ્રાઇવેટ સેક્ટર, સામાજિક સંસ્થા, વિવિધ સરકારી સંસ્થાઓ, આરોગ્ય એક્ષપર્ટ વિગેરે જોડાયા હતા. આ વર્કશોપ તા. 04/08/2023ના રોજ સમય સવારે 10:00 થી સાંજના 05:00 કલાક સુધી અને તા. 05/08/2023ના રોજ સમય સવારે 10:00 થી બપોરના 02:00 કલાક સુધી રહેશે.
- Advertisement -
વર્કશોપમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર અને સ્માર્ટ સિટીઝ મિશનના જોઇન્ટ સેક્રેટરી અને મિશન ડાયરેક્ટર કુનાલ કુમાર વર્ચ્યુંઅલી ઉપસ્થિત રહીને સંસ્થાને અને રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવી કામગીરી અંગે શુભેચ્છા પાઠવી હતી.