ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર, ભારદ અને સરવાલ ગામને જોડતા માર્ગને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગને કારણે રાજસીતાપુર, માનપુર, મેથાણ, ભારદ સહિતના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગને 3.75 મીટરથી વધારીને 7.0 મીટર પહોળો કરવામાં આવશે. રાજસીતાપુરથી ભારદ ગામ સુધીનો 18.5 કિલોમીટર લાંબો આ રોડ 24.5 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સ્થાનિક ગ્રામજનોને વર્ષોથી પડતી મુશ્કેલીઓમાંથી છુટકારો મળશે અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે.
4 ગામના લોકોને બિસ્માર માર્ગથી મળશે રાહત



