ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું.
મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરે છે. ચોમાસા ઋતુ દરમ્યાન તથા ચોમાસા ઋતુ બાદ આવું વાતાવરણ લાંબા સમય સુધી રહેતું હોવાથી સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે.
મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે.
- Advertisement -
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.
મચ્છર જન્ય રોગો | અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા- Advertisement -(તા.૧૧/૧૦/૨૦૨૧ થી તા.૧૭/૧૦/૨૦૨૧) | વર્ષમાં કૂલ નોંઘાયેલ |
ડેન્ગ્યુ | ૧૫ | ૧૭૧ |
મેલેરીયા | ૦ | ૪૨ |
ચિકનગુનિયા | ૧ | ૧૯ |
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહકનિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૧/૧૦/૨૦૨૧ થી તા.૧૭/૧૦/૨૦૨૧ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૮૮,૭૪૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૭,૩૬૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ બાલાજી પાર્ક, મહારાણા પ્રતા૫ ટાઉનશી૫, ચંદ્ર શેખર આઝાદ, લાલ બહાદુર ટાઉનશી૫, ન્યુ માયાણીનગર, અલ્કા સોસા., શ્રી ચંદ્રચેખર આઝાદ પ્રાથમિક શાળા નં. ૬૨, રાઘે પાર્ક (માઘા૫ર), સુંદરમ સીટી (માઘા૫ર), ગોલ્ડન પ્રોટીકો વિંગ (માઘા૫ર ચોકડી), રેલનગર – ર, શિવમ પાર્ક, શ્રી સદગુરૂવાટીકા, તક્ષશીલા સોસા. – ર, પ્રહલાદ પ્લોટ, ભીલવાસ રોડ, હુસેની ગેઇટ, જન કલ્યાણ સોસા, પુષ્પક પાર્ક, રાધે કૃષ્ણ પાર્ક, ઇસ્કોન આશ્રય, ગૌત્તમ-૨ માધાપર ચોકડીથી જામ નગર રોડ, ઘાંચીવાડ વિસ્તાર, નહેરૂનગર, મારૂતી શ્રમજીવી સોસ., અમૃત રેસીડેન્સી, વાલ્મીકી વાડી, રેલનગર, કરણ૫રા, આશ્રય સોસા., તો૫ખાના, ગીતાનગર, કૈલાસવાડી જંકશન પ્લોટ, ઘ્વારકેશ રેસી., તક્ષશીલા સોસા – ૧, કરણ૫રા, ભકિતનગર પોલીસ લાઇન કવા., ગવર્મેન્ટ પ્રેસ કોલોની, અયોઘ્યા રેસીડેન્સી, સાંઇબાબા સોસા., શ્રી નાથજી પાર્ક, એફરોન એલીગન્સ,, લક્ષ્મીવાડી, વાણીયાવાડી, આંબેડકરનગર, હુડકો કવા – જામનગર રોડ ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૮૫૯ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે.
જેમાં…
પ્રિમાઇસીસ | તપાસેલ | નોટીસ | વસુલ કરેલ વહિવટી ચાર્જ | આસામી |
બાંઘકામ સાઇટ | ૧૮૩ | ૪૧ | ૨૩૦૦૦ | ૧૯ |
ઇન્ડસ્ટ્રીઝ | ૨૧૨ | ૨૮ | ૬૨૫૦ | ૫ |
અન્ય | ૩૭ | ૧૦૦૦ | ૫ |
થઇ રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ ૧૨૮૧ આસામીને નોટીસ આપી રૂા.૫૯,૫૦૦/- નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.