મહિલા અનામત બીલના વિરોધમાં મતદાન કરનાર બે સાંસદના નામ સામે આવ્યાં છે. આ બન્ને સાંસદ બીજું કોઈ નહીં પરંતુ ઓવૈસીની પાર્ટી AIMIMના હતા.
લોકસભામાં 454 મતો સાથે ઐતિહાસિક મહિલા અનામત બીલ પાસ થયું છે. લોકસભાના 454 સાંસદોએ બીલની તરફેણમાં વોટિંગ કર્યું માત્ર બે જ સાંસદોએ તેની વિરૃદ્ધમાં વોટિંગ કર્યું હતું. બીલની વિરૃદ્ધમાં વોટિંગ કરનાર આ બે સાંસદોના નામ સામે આવ્યાં છે.
- Advertisement -
ઓવૈસીની પાર્ટી AIMIMના જ હતા બે સાંસદ
બીલની વિરૃદ્ધમાં વોટિંગ કરનાર બે સાંસદો ઓવૈસીની પાર્ટી AIMIMના જ હતા. એક ખુદ ઓવૈસી અને બીજા તેમની પાર્ટીના ઈમ્તિયાઝ જાલીએ મહિલા અનામત બીલની વિરૃદ્ધમાં મતદાન કર્યું હતું.
At the Central Hall of Parliament on the first day of the 5-day special session in New Delhi. @asadowaisi @aimim_national pic.twitter.com/bd4ZPLbWt9
— Imtiaz Jaleel (@imtiaz_jaleel) September 18, 2023
- Advertisement -
લોકસભામાં 454 વોટથી પાસ થયું અનામત બીલ
ઉલ્લેખનીય છે આજે મહિલા અનામત બીલ જેને નારી શક્તિ વંદન બીલ નામ અપાયું છે તે લોકસભામાં 454 મતોથી પાસ થયું છે. આ બીલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ શામેલ છે.
ઓવૈસીની માગ-મુસ્લિમ અને ઓબીસી મહિલાઓને અનામત આપો
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે લોકસભામાં મહિલા અનામત સાથે જોડાયેલા બિલનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. બિલ પર વોટિંગ દરમિયાન ઓવૈસીએ કેટલાક સુધારા પણ રજૂ કર્યા હતા. પરંતુ દરેક વખતે તેમના સુધારાઓને ધ્વનિ મતથી નકારી કાઢવામાં આવ્યા હતા. લોકસભામાં પાસ થયેલા મહિલા અનામત બિલ પર એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બાદમાં કહ્યું કે, “4 લોકસભા એવી થઈ છે જ્યાં કોઈ મુસ્લિમ મહિલા સાંસદ ન હતી… અમે માત્ર એટલું જ કહી રહ્યા છીએ કે મુસ્લિમ અને ઓબીસી મહિલાઓને અનામત મળવી જોઈએ.