મહિલા મતદારોને મતદાન કરવા અનુરોધ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના 92-કોડીનારવિધાનસભા સીટ પર ગત ચૂંટણીમાં 50%થી ઓછું મતદાન ધરાવતા તથા મહિલા અને પુરુષના કુલ મતદાનમાં 10% કે તેથી વધુ તફાવત હોય તેવા દેવળી દેદાજી ગામ ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે દેવળી દેદાજી ગામે ઈવીએમ મશીનથી મતદાન કરવા માટે મતદારોને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી. કેમ્પસ એમ્બેસેડર સ્નેહલબેન જેઠવા અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન બારડે મહિલાઓને મતદાન કરવા અંગે માહિતી આપી હતી .તેમજ આ મતદાન મથકોના વિસ્તારોમાં મતદારો દ્વારા મહત્તમ મતદાન થાય તે માટે હાજર ગામ લોકો/ મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા.તેમજ મહિલા મતદારોને મતદાન કરવા અનુરોધ કરાયો હતો.આ તકે કોડીનાર મામલતદાર રાદડીયા, નાયબ મામલતદાર એચ.એન.પટેલ,નાયબ મામલતદાર ચુટણી ગોપાલભાઈ બારડ, નાયબ મામલતદાર ચૂંટણી ભરતભાઈ ગોહિલ સહિતના કર્મચારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.