દારૂનું સેવન કરવામાં પુરુષો કરતાં પણ આ રાજ્યોમાં મહિલા આગળ
વિશ્વમાં દારૂના શોખીનોની કોઈ કમી નથી અને ભારત પણ તેનાથી અછૂતુ નથી રહ્યું. જોકે, જ્યારે પણ દારૂનો ઉલ્લેખ કરવામાં આવે, ત્યારે તેને પુરુષોના શોખ તરીકે દર્શાવવામાં આવે છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાતી નજર આવી રહી છે. હવે મોટા પ્રમાણમાં મહિલાઓ પણ દારૂનું સેવન કરી રહી છે. આના ઘણા કારણો છે જેમ કે સાંસ્કૃતિક અને આદિવાસી પરંપરાઓ. એક સર્વે દર્શાવે છે કે, ભારતમાં ઓછામાં ઓછા 7 રાજ્યો એવા છે જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ દારૂનું સેવન કરે છે.
- Advertisement -
એક રિપોર્ટમાં NFHS-5 એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાનો હવાલો આપીને જણાવ્યું છે કે આ યાદીમાં પહેલું નામ ઉત્તરપૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશનું છે. આ આંકડા 2019થી 2021ની વચ્ચે એકત્રિત કરવામાં આવ્યા હતા.
અરુણાચલ પ્રદેશ
આંકડા દર્શાવે છે કે, અરુણાચલ પ્રદેશમાં 24.2% મહિલાઓ દારૂનું સેવન કરે છે. રાજ્યમાં મહેમાનોને ચોખામાંથી બનેલું સ્થાનિક બીયર ઓફર કરવું ખૂબ જ સામાન્ય છે. આ ઉપરાંત અહીંની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં દારૂ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
- Advertisement -
સિક્કિમ
આ યાદીમાં બીજા નંબર પર સિક્કિમ છે. અહીં ઘરમાં બનેલા છાંગ જેવા પીણાં ખૂબ પ્રખ્યાત છે. અહીં લગભગ 16.2% મહિલાઓ દારૂનું સેવન કરે છે.
આસામ
આ યાદીમાં પૂર્વોત્તરના જ એક અન્ય રાજ્યને ત્રીજા નંબર પર રાખવામાં આવ્યું છે. આસામમાં 7.3% મહિલાઓ દારૂનું સેવન કરે છે. કહેવાય છે કે, અહીં વ્હિસ્કી ખૂબ લોકપ્રિય છે.
તેલંગાણા
તેલંગાણામાં વ્હિસ્કી અને બીયર પસંદ કરનારા લોકોની સંખ્યા વધુ માનવામાં આવે છે. આંકડા દર્શાવે છે કે અહીં 6.7% મહિલાઓ દારૂનું સેવન કરે છે.
ઝારખંડ
મુખ્યત્વે આદિવાસી વિસ્તારોમાં ઝારખંડમાં 6.1% મહિલાઓ દારૂનું સેવન કરે છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓ
હાંડિયા, ટોડી અને જંગલી. આ તમામ પીણાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં લગભગ 5% મહિલાઓ દારૂનું સેવન કરે છે.
છત્તીસગઢ
મધ્યપ્રદેશને અડીને આવેલા છત્તીસગઢમાં દારૂનું સેવન કરતી મહિલાઓની સંખ્યા 4.9% છે. એવું કહેવાય છે કે અહીં વ્હિસ્કી અને વોડકા વધુ પસંદ કરવામાં આવે છે.