ભારતનાં કાયમી પ્રતિનિધિ રૂચિરા કમ્બોજે યુનોની સલામતી સમિતિનાં વિસ્તરણ ઉપર પણ ભાર મૂક્યો
વીટો સત્તામાં પણ બદલાવ કરવા કહ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ યુનો, તા.13
યુનોની સલામતી સમિતિમાં પુરાવા આધારિત જેઓ વૈશ્વિક ત્રાસવાદી જાહેર થયા છે તેમને કોઈપણ ન્યાયમુક્ત કારણ દર્શાવવા સિવાય જ એક લિસ્ટમાં નહીં મુકવા, તે માત્ર અને માત્ર બેવડાં ધોરણો દર્શાવે છે. આ રીતે ભારતનાં યુનો સ્થિત કાયમી પ્રતિનિધિ રૂચિરા કમ્બોજે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓને છાવરવાના ચીનના પ્રયાસોને સીધો ટોણો માર્યો હતો.
આપણે આ ભૂગર્ભ સ્થિત દુનિયાને જે દેશોનાં સંગઠનો પુષ્ટિ આપે છે તે તરફ પણ જોઇએ તો જાણી શકીશું કે તેઓની કાર્યપધ્ધતિ સુવ્યવસ્થિત રીતે ઘડાયેલી હોય છે, પરંતુ તેને યુનોના ચાર્ટર કે અન્ય કોઈ કાનૂની આધાર નથી. તે યુનોની કાઉન્સીલના ઠરાવોની વિરૂધ્ધ જ છે.
15 દેશોની બનેલી યુનોની સલામતી સમિતિમાં વીટો સત્તા ધરાવતાં પાંચ રાષ્ટ્રો અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અને ચીન કાયમી સભ્યપદ ભોગવે છે. જ્યારે બીજા 10 દર બે વર્ષે ક્રમ પ્રમાણે ચૂંટાઈ આવે છે. તે કાયમી સભ્યોને વીટો સત્તા છે. તે સામે, ભારતે આક્રોશ ઠાલવતાં ફરી એકવાર કહ્યું હતું કે આ વીટો સત્તાનું પણ લોકશાહીકરણ થવું જ જરૂરી છે. કોઈ એક જ દેશ દુનિયાભરને બાનમાં રાખતાં સંગઠનોને તેમના વીટો દ્વારા બચાવી ન શકે તે જોવું રહ્યું. તે હવે જગજાહેર થઇ ગયું છે કે, વૈશ્વિક ત્રાસવાદીઓને પણ આશ્રય આપતાં પાકિસ્તાનને બચાવવા દર વખતે તેનો ઓલ વેધર ફ્રેન્ડ ચીન આડું ઊભું રહ્યું છે.
ગત સપ્તાહે સલામતિ સમિતિમાં જી-4 રાષ્ટ્રો, બ્રાઝિલ, જર્મની, જાપાન અને ભારતે રજુ કરેલું સલામતી સમિતિ સુધારણાનું ડીટેલ્ડ મોડેલ રજૂ કર્યું હતું. અને કહ્યું હતું કે સલામતી સમિતિ અંગે સ્થિતિ સ્થાપક વલણની જરૂર છે. આગામી વર્ષે યુનોની 80મી જયંતિનાં વર્ષે આ લાંબા સમયથી વિલંબિત પ્રશ્ર્નનો ઉકેલ લાવવા આગ્રહ રાખ્યો હતો.