IPLની બે નવી ટીમની જાહેરાત
CVC કેપિટલે અદાણીને પાછળ રાખી અમદાવાદ ટીમની બિડ જીતી, લખનઉ ટીમની ફ્રેન્ચાઈઝી RPSG ગ્રુપને મળી
ખાસ-ખબર સંવાદદાતા
ઈન્ડિયન પ્રીમિયર લીગની બે નવી ટીમની જાહેરાત કરી છે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી છે. તો CVC કેપિટલે 5,166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે. આ બન્ને ટીમ વર્ષ 2022માં યોજાનારી ઈન્ડિયન પ્રિમિયર લીગનો ભાગ બનશે.
વર્તમાન સમયમાં ઈન્ડિયન પ્રિમિયર લીગમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સન રાઈઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ ટીમ સામેલ થયા બાદ આગામાની સીઝનમાં IPLમાં ટીમની સંખ્યા વધીને 10 થઈ જશે. IPLમાં મેચની સંખ્યા પણ 60થી વધી 74 થઈ જશે. ખેલાડીઓની દ્રષ્ટીએ વાત કરીએ ટીમ વધવાથી ઓછામાં ઓછા 45થી 50 નવા ખેલાડીઓને IPLમાં રમવાની તક મળશે. જેમાં પણ 30થી 35 યંગ ઈન્ડિયન પ્લેયર્સ હશે.
CVC કેપિટલ પાર્ટર્નસ વિશે
CVC કેપિટલ પાર્ટર્નસ એક પ્રાઈવેટ ઈક્વિટી અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી કંપની છે. તે યુરોપ અને એશિયાના બજારોમાં મોટાપ્રમાણમાં રોકાણ ધરાવે છે. CVC ઘણા લાંબા સમયથી સ્પોર્ટ્સમાં રસ લઈ રહી છે. કેટલાક સમય અગાઉ સ્પેનિશ ફુટબોલ લીગ લાલીગામાં હિસ્સેદારી ખરીદી હતી. તે રગ્બી, વોલિબોલ, ટેનિસ, મોટો જીપી અને ફોર્મ્યુલા વનમાં પણ સામેલ રહી છે.
આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપ વિશે
આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપના 6 બિલિયન ડોલરની એસેટ બેઝ ધરાવે છે. આ ગ્રુપ એનર્જી, કાર્બન બ્લેક મેન્યુફેક્ચરિંગ, રિટેલ, IT ઈનેબલ્ડ સર્વિસ, FMCG,મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ તથા એગ્રીકલ્ચરના બિઝનેસ સાથે સંકળાયેલ છે. વર્ષ 2016માં આ ગ્રુપે રાઈઝીંગ પુણે સુપરઝાયન્ટની ખરીદી કરી હતી. રઘુ અય્યરને તેના CEO તરીકે નિમણૂંક કરવામાં આવ્યા હતા. વર્ષ 2016ના IPL સત્રમાં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને પ્લેઓફમાં સ્થાન મેળવવામાં સફળતા મળી ન હતી. જોકે વર્ષ 2017ની સિઝનમાં ટીમે ફાઈનલ સુધી સફર કરી હતી. વર્ષ 2017ની IPL ફાઈનલમાં રાઈજીંગ પુણે સુપરઝાયન્ટને મુંબઈ ઈન્ડિયન્સે 1 રનથી રહાવ્યું હતું.