ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી રમતાં બોલર દીપક ચાહરે ગઈકાલે પંજાબ સામે મેચ પૂરો થયા બાદ ગ્રાઉન્ડ ઉપર જ નવી ‘ઈનિંગ’નો પ્રારંભ કર્યો હતો. દીપક ચાહરે મેચ પૂરો થયાના તુરંત બાદ સ્ટેડિયમમાં જ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરીને અંગૂઠી પહેરાવી હતી.
આ અંગેના વીડિયો સોશ્યલ મીડિયા પર અત્યારે ધૂમ મચાવી રહ્યા છે. દીપક ચાહરની ગર્લફ્રેન્ડનું નામ જયા ભારદ્વાજ છે. જયા સ્ટેડિયમમાં બ્લેક ડ્રેસ અને ગોગલ્સ પહેરીને જોવા મળી હતી. તે રિયાલિટી શો બિગબોસ સીઝન-5ના સ્પર્ધક સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે.
- Advertisement -
હવે ટૂંક સમયમાં બન્ને લગ્નના બંધનમાં બંધાઈ જશે. જયા દિલ્હીમાં એક કોર્પોરેટ કંપની માટે કામ કરે છે. દીપક ચાહરની બહેન માલતી ચહરે આ અંગેની જાણકારી સોશ્યલ મીડિયા પર આપી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ સમાપ્ત થયા બાદ મેદાન પર એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર દીપક ચાહરે પોતાની ગર્લફ્રેન્ડને સ્ટેન્ડમાં જ પ્રપોઝ કર્યું, આ દૃશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને જોત જોતામાં સોશિયલ મીડિયામાં આ પળ છવાઈ ગઈ.
IPL 2021 માં ગુરુવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી હતી. મેચ પૂરી થયા બાદ મેદાન પર એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર દીપક ચાહરે પોતાની ગર્લફ્રેન્ડને સ્ટેન્ડમાં જ પ્રપોઝ કર્યું, આ દૃશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે મેચ સમાપ્ત થઈ, તરત જ દીપક ચાહર સ્ટેન્ડ પર પહોંચ્યો અને તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. દીપક ચાહરે એક ઘૂંટણ પર બેસી જઈને તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું, જે દરમિયાન આસપાસ ઉભેલા લોકોએ પણ તાળીઓ પાડી હતી. જ્યારે તેણીએ જવાબમાં હા પાડી ત્યારે બંનેએ એકબીજાને ગળે લગાવ્યા.
- Advertisement -
દીપક ચાહરે પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખાસ ક્ષણ શેર કરી છે. બે તસવીરો મૂકીને દીપકે કેપ્શન આપ્યું કે તસવીર જ બધું કહી રહી છે, આપ સૌના આશીર્વાદની જરૂર છે.