જૂનાગઢ રેલવે પ્રશ્ર્ને અનેકવાર રજૂઆતો થઇ છે
સાંસદ અને ધારાસભ્યની રેલવે કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત: લાંબા અંતરની ટ્રેન ફાળવવા અને શહેર ફાટક લેશ મુદ્દે રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાને ઘણા વર્ષો થી રેલવે પ્રશ્ર્ને અન્યાય થતો હોય તેવું જોવા મળી રહ્યું છે જેમાં જૂનાગઢ – ગીર સોમનાથ સુધી લાંબા અંતર ની ટ્રેનનો પ્રશ્ર્ન હોય કે શહેરની મધ્યમાંથી પસાર થતી મીટર ગેજ લઈને અન્ય ખસેડી શહેરને ફાટક મુક્ત કરવાની વાત આ તમામ પ્રશ્ને સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયાએ રેલવે મંત્રી પાસે જૂની માંગણીઓની રજૂઆત કરી હતી ત્યારે હવે જૂનાગઢની ગાડી પાટા પર ચાલશે કે ફરી ઉતરી જશે એતો આગામી દિવસોમાં ખબર પડશે. જૂનાગઢ શહેરની માધ્યમમાંથી પસાર થતી દેલવાડા મીટર ગેજ લાઈનનેને બ્રોડગેજ માં તબદીલ કરવાની વાત ઘણા લાંબા સમયથી ચાલે છે ત્યારે તે રેલવે લાઈનને અન્યત્ર ખસેડવી કે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવા મુદ્દે ઘણા સમયથી અવનવી ડિઝાઈનો સામે આવેછે જયારે અંડરબ્રિજ બનવાની વાતથી શહેરમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને એક સમિતિનું ગઠન કરી ગરનાળા સામે વિરોધ ઉભો થયો હતો બીજી તરફ લાંબા અંતરની ટ્રેનો શરુ કરવા પણ અનેકવાર રજૂઆત થઇ છે પણ શરુ થતી નથી એવા સમયે 2024 ની ચૂંટણી નજીક આવી રહીછે એવા સમયે હવે જે રજૂઆત કરવામાં આવીછે તે ફળદાય નીવડશે કે ફરી ગાડી પાટા પરથી ઉતરી જશે. જૂનાગઢ રેલ્વેના પ્રાણપ્રશ્ર્ને જૂનાગઢ શહેરને ફાટકલેશ બનાવવાઅન્વયે તૈાયર પ્રોજેકટમાં દિવાલોને બદલે પીલર પર આ પ્રોજેકટ હાથ ધરાય અને શહેરમાં કયાય પણ પાણી ભરાવવાની સમસ્યા ન રહે તે રીતે આ પ્રોજેકટને આગળ ધપાવવા અને શહેરની જનતાને હાલાકી ન પડે તે અનુસાર પ્રોજેકટમાં ફેરફાર કરવા પણ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ રજુઆત કરી છે.

ખાસ કરીને હાલ રાજકોટ રેલ્વેસ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનો 7 થી 8 કલાક પડી રહેતી હોઇ, આ ટ્રેનોને સોમનાથ જોડી જૂનાગઢ શહેરને પણ તેનો લાભ મળે તે રીતે જૂનાગઢને લાંબા અંતરની ટ્રેનો પ્રાપ્પ થાય તે માટે પણ જનસુર રેલ્વેમંત્રી સમક્ષ જૂનાગઢના સાંસદ અને ધારાસભ્યએ સંયુકતરીતે વ્યકત કરેલ છે.તો વંદે ટ્રેન કે જે રાષ્ટ્રીની શ્રેષ્ઠ ટ્રેનોમાંની એક ટ્રેન છે આ ટ્રેનને સોમનાથ સાથે જોડી આપવાની બાબતમાં પણ રાષ્ટ્રીય રેલ્વે મંત્રીશ્રીએ સત્વરે આ બાબતે નિર્ણય થશે તેવુ જણાવેલ. જૂનાગઢ શહેરએ આદ્યાત્મિક અને પ્રવાસન નગરી છે આ શહેરની યાત્રાધામ તરીકે છબીને વર્ણવી સાંસદ અને ધારાસભ્યશ્રી દ્વારા જૂનાગઢ શહેર લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવે તથા વર્ણવી સાંસદ અને ધારાસભ્ય દ્વારા જૂનાગઢ શહેર લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવે તથા યાત્રાધામોને સાથે સાંકળતી ટ્રેનોને જો જૂનાગઢ સાથે સાંકળવામાં આવે તો પરબધામ, સતાધાર, ચાંપરડા, દામોદરકુંડ, ગીરનાર, ભવનાથ જેવા તિર્થક્ષેત્રો અને પ્રવાસનધામોને પણ રાષ્ટ્રીયખ્યાતિ મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે. તો સોમનાથ રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલ ડોકયાર્ડ કલીનીંગ પ્રોસેસ ઝડપભેર પૂર્ણ થાય તે માટે રજૂઆત થયેલ આ સમગ્ર જૂનાગઢ લગતા પ્રશ્ર્નો સાંભળી રાષ્ટ્રીય રેલ્વેમંત્રી અશ્ર્વિનીકુમાર તથા રાજયકક્ષાના રેલ્વેમંત્રીશ્રી દર્શનાબેન જરદોશએ સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેવી હૈયાધારણા બંન્ને પદાધિકારીઓને આપેલ છે. તેમ યાદીના અંતમાં ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવેલ છે.



