-નવી મેડીકલ કોલેજોને હવે મહતમ 150 બેઠકોની જ મંજુરી: નેશનલ મેડીકલ કમીશનનો નિર્ણય
દેશમાં આગામી સમયમાં મેડીકલ શિક્ષણ ક્ષેત્રે અનેક નવા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેમાં હવે ભવિષ્યમાં યોગ્ય સુવિધા ધરાવતી મેડીકલ કોલેજોને એમબીબીએસ જેવા અન્ય તબીબી ડીગ્રી કોર્ષ પણ ઓફર કરવાની મંજુરી અપાશે. નેશનલ મેડીકલ કમીશન દ્વારા માન્યતા પ્રાપ્ત મેડીકલ કોલેજોને તબીબી અભ્યાસક્રમની બેઝીક કોર્ષની સાથે સમન્વય કરીને વધુ આધુનિક તબીબી ટેકનોલોજી સાથેના અભ્યાસક્રમ ઘડવાની છૂટ આપશે.
- Advertisement -
આ અંગે મેડીકલ કોલેજો પાસેથી ખાસ પ્રસ્તાવ માંગવામાં આવ્યા છે જે માન્યતા પ્રાપ્ત કોલેજો ડીગ્રી અને પોષ્ટ ગ્રેજયુએશનમાં આ પ્રકારે ખાસ કોર્ષ ઓફર કરી શકશે. ખાસ કરીને પોષ્ટ ગ્રેજયુએશનમાં નવા અભ્યાસક્રમને વધુ તક હશે. જયારે નવા નવા સંશોધનો અને નવી ટેકનોલોજીના આધારે રોગોની સારવાર વધુ સરળ બની છે
તો અનેક નવા રોગ જે લોંગ કોવિડના કારણે જે નવા કોમ્લીકેશન સર્જાયા છે તેને પણ નવા અભ્યાસક્રમમાં આવરી લેવાશે. આ અંગે જો કે એક ખાસ બોર્ડ જ સમીક્ષા કરીને મંજુરી આપશે. ઉપરાંત નવી શરૂ થતી મેડીકલ કોલેજોમાં હવે વધુમાં વધુ 150 બેઠકો જ હશે. જે હાલ 250 બેઠકો સુધીની મંજુરી આપવામાં આવે છે તેના સ્થાને હવે 150 બેઠકો જ હશે. જો કે જેમને 150થી250 બેઠકો સુદીની મંજુરી મળી ગઈ છે તેઓને તે યથાવત જ રહેશે.