- આજે છે ઈશા દેઓલનો 40મો જન્મદિવસ
- આ ફિલ્મ માટે મળ્યો હતો બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ
- કરી રહી છે અજય દેવગન સાથે કમબેક
બોલિવૂડ અભિનેત્રી ઈશા દેઓલનો જન્મ મુંબઈમાં થયો હતો.
આજે ઈશા દેઓલ પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિનીની દીકરીએ ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે પૂછે’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મમાં ઈશાના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેને આ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તેની સામે આફતાબ શિવદાસાની જોવા મળ્યા હતા.
- Advertisement -
કરી રહી છે કમબેક
બોલિવૂડ અભિનેત્રી ઈશા દેઓલે વર્ષ 2002માં ‘કોઈ મેરે દિલ સે પૂછે’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ 2011 પછી તેણે મોટા પડદાથી દૂરી બનાવી લીધી હતી. હાલમાં જ ઈશાએ ખુલીને વાત કરી હતી કે તેણે 10 વર્ષથી બોલિવૂડથી કેમ દૂરી બનાવી. ઈશા હવે અજય દેવગનની વેબ સિરીઝ ‘રુદ્ર – ધ એજ ઓફ ડાર્કનેસ’થી કમબેક કરી રહી છે.
- Advertisement -
ઈશા દેઓલે તાજેતરમાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તેણે આટલા લાંબા સમય સુધી ફિલ્મોથી દૂરી કેમ બનાવીને રાખી હતી. ઈશાના જણાવ્યા પ્રમાણે, તેણે તેના અંગત જીવનને કારણે અભિનયમાંથી બ્રેક લીધો હતો, કારણ કે તે તેના જીવનમાં સેટલ થવા માંગતી હતી.
અભિનેત્રીએ જણાવ્યું કે હું મારા પતિ ભરત તખ્તાની સાથે સેટલ થઈને પરિવાર શરૂ કરવા માંગતી હતી. હું પ્રેમમાં હતી અને તેનો આનંદ માણી રહી હતી. જો તે કામ કરતી, તો તેને સારી રીતે માણી શકતી નહીં. ઈશા દેઓલે વધુમાં કહ્યું કે જ્યારે તમારા બાળકો ખૂબ નાના હોય ત્યારે દરેક બાબત પર યોગ્ય ધ્યાન આપવાનું હોય છે. ઈશાના મતે, એક સ્ત્રી માટે ઘર વસાવવું અને પરિવાર શરુ કરવો ‘મહત્વપૂર્ણ’ છે.
વેબ સીરિઝ ‘રુદ્ર’માં તેના કમબેક પર તેણે કહ્યું કે અજય સાથે ફરીથી કામ કરવું એ એવી વસ્તુ છે જેની હું સંપૂર્ણ રાહ જોઈ રહી છું. તે વેબ સિરીઝ ‘રુદ્ર’માં પોતાની દમદાર એક્ટિંગ બતાવશે. ‘રુદ્ર – ધ એજ ઓફ ડાર્કનેસ’ બ્રિટિશ વેબ સિરીઝ ‘લુથર’ની રિમેક છે. આ વેબ સિરીઝ ટૂંક સમયમાં Disney + Hotstar VIP પર લોન્ચ થશે.