પુષ્પા 2 માં અલ્લુ અર્જુને દેવી લુક ધારણ કર્યો છે. હવે સવાલ એ છે કે એક પુરુષ આ ખાસ તેલુગુ પ્રથામાં સ્ત્રીના કપડાં પહેરે છે. ચાલો તેના વિશે સમજીએ.
અલ્લુ અર્જુનની પુષ્પા 2 બોક્સ ઓફિસ પર તેનો જાદુ બતાવી રહી છે. જો તમે આ ફિલ્મ જોઈ છે અથવા તેના પોસ્ટર જોયા છે તો તમને ખ્યાલ હશે કે અલ્લુ અર્જુન એક ગીતમાં દેવીના લુકમાં પરફોર્મ કરી રહ્યા છે. આ લુકને જાત્રા કહેવામાં આવે છે. હવે સવાલ એ છે કે આ જાત્રા લુક શું છે ? શા માટે એક પુરુષ તેમાં સ્ત્રીના કપડાં પહેરે છે. ચાલો તેના વિશે સમજીએ.
- Advertisement -
અલ્લુ અર્જુને દેવી લુક કેમ ધારણ કર્યો, જાણો
જાત્રાનો અર્થ થાય છે – મેળો. કોંકણથી લઈને કર્નાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના અનેક ગામડાઓમાં ગ્રામ દેવતાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. વર્ષમાં એક વખત આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ગામડામાં રહેનારા લોકોની સાથે નોકરી, બિઝનેસ અને અભ્યાસના કારણે બહાર રહેતા લોકો પણ પોતાના પરિવારની સાથે ઉત્સવમાં સામેલ થાય છે. ગામની લગ્ન કરીને અન્ય જગ્યાએ રહેતી મહિલા પણ આ સમયે આ ખાસ ઉત્સવમાં સામેલ થાય છે.
જો ગ્રામ દેવતા એક દેવી હોય તો તેમને સાડી, નારિયેળ, ફુલ અને કેળા અર્પણ કરવામાં આવે છે. અને ગ્રામ દેવતા ભગવાન હોય તો તેમને હાર, કેળા અને ગમતાં ફુલો ચડાવવામાં આવે છે. અનેક ગામામાં તો પશુઓની બલિ પણ ચડાવવામાં આવે છે. દરેક ગામની જાત્રા પ્રથા અલગ હોય છે. અને તેને ધ્યાનમાં રાખીને અલ્લુ અર્જુન પુષ્પા 2 જે તે ગ્રામના રિવાજ પ્રમાણે દેવી માના લુકનો પરફોર્મ કરતાં જોવા મળી રહ્યા છે.
- Advertisement -
અલ્લુ અર્જુનના દેવી લુકનો અર્થ
પુષ્પા 2 માં અલ્લુ અર્જુને દેવી લુક ધારણ કર્યો છે જે ગંગમ્મા થલ્લી એટલે કે ગંગમ્મા માતાનું રુપ છે. જેને માતંગી વેશમ પણ કહેવામાં આવે છે. ભારતના તિરુપતિ વિસ્તારમાં ગંગમ્મા માતાનું મંદિર છે. જે આ ગામની દેવી છે. સાથે જ આ દેવી તિરુમલા શ્રી વેંકટેશ્વર સ્વામી એટલે કે તિરુપિત બાલાજીની નાની બહેન પણ છે. માન્યતા અનુસાર મા ગંગમ્મા મહિલાઓની રક્ષા કરે છે. દેવી મા પોતાની ઈચ્છા પૂર્ણ કરે તે માટે દર વર્ષે અનેક પુરુષો સ્ત્રીના વસ્ત્રો પહેરીને આ ઉત્સવમાં સામેલ થાય છે.
અલ્લુ અર્જુન વાદળી રંગમાં કેમ છે
ગામની રક્ષા કરનાર મા ગંગમ્મા પાણી સાથે જોડાયેલી છે. અને જેના કારણે તેમનો રંગ વાદળી છે. જેના કારણે અલ્લુ અર્જુન પણ વાજળી રંગમાં નજરે પડ્યા હતા. રિલીઝ પહેલા જ અલ્લુ અર્જુનનો આ લુક ખૂબ જ વાયરલ થયો હતો. દર્શકો આ લુકને ઘણો પસંદ કરી રહ્યા છે તેનું કારણ છે કે મા ગંગમ્માના લુકમાં અલ્લુ અર્જુને પોતાની તેલુગુ પ્રથાને ટિબ્યુટ કર્યું છે. જે દર્શાવે છે કે મહિલા કમજોર નથી, પતિનો સાથ દેનાર મહિલા સમયે આવ્યે દેવી બનીને અસુરોનો વધ કરી શકે છે.