મિલન ખિરા
અત્યારના આપણે સૌ જોઈ રહ્યા છે કે ભારતની અંદર શહેરી વિસ્તારોમાં છૂટાછેડાનો દર, છેલ્લા એક દાયકામાં 30-40% વધ્યો છે. આ વધારો બદલાતા સામાજિક વલણ, નૌકારિયાત કર્મચારીઓમાં મહિલાઓની વધતી જતી ભૂમિકા અને લગ્ન પ્રત્યે વધુ વ્યક્તિવાદી અભિગમ તરફના પરિવર્તનને છે. ડિવોર્સ ના કેસ દિન પ્રતિદિન ખૂબ જ વધી રહ્યા છે આના ઉપર એક વૈજ્ઞાનિક સંશોધન થયું અને તે સંશોધન ના અંશો અહીં પ્રસ્તુત છે.
- Advertisement -
1. લોકોની વિચારધારા બદલાઈ ગઈ છે
હવે લોકો માનતા થયા છે કે જો લગ્નમાં સુખી નથી રહેતા તો અલગ થવું સારું. પહેલા લોકો લોક શું કહેશે? એ વિચારે સાથે રહેતા, અને પહેલા કુટુંબમાં “આપણે”/આપણું ની ભાવના વધારે હતી જયારે અત્યારના ‘મારું’ અને ’હું’ ની ભાવના પહેલા આવે છે
2. મહિલાઓ સ્વતંત્ર બનતી ગઈ છે
મહિલાઓ હવે અભ્યાસ કરે છે, નોકરી કરે છે અને પોતાનું ભવિષ્ય ઊભું કરી શકે છે. આથી હવે જો ઘરેણું સારું નહીં લાગે તો તેઓ ડર્યા વગર છૂટાછેડા લઈ શકે છે. સ્ત્રી કમાતી થાય, તેને પહેલો વિચાર એ આવે હવે કોઈની જરૂર નથી હવે હું પગભર છું. જ્યારે પુરુષ કમાતો થાય તેની માથે આખા કુટુંબની જવાબદારી આવે છે.
3. સંયુક્ત પરિવારની જગ્યાએ ન્યુક્લિયર ફેમિલી
હવે મોટા ભાગે પતિ-પત્ની એકલા રહે છે. પહેલા ઘરમાં વડીલ હોય ત્યારે ઝઘડા ઓછી થઈ જતાં. હવે સમજાવનાર કોઈ હોય નહિ એટલે ઝઘડા વધારે થાય છે. વડીલોની માન મર્યાદા ના હિસાબે, પતિ-પત્ની ગુસ્સો ગળી જતા હતા અને સમય જતા ગુસ્સો ઓગળી જતા સમાધાન થઈ જતું હતું. પરંતુ હવે ઘરમાં વડીલ જ નથી એટલે નાનકડો કંપની ગુસ્સો પણ ખૂબ વધી જાય છે અને વાત માંથી વતેસર થઈ જાય છે અને પરિણામ ’છૂટાછેડા’.
4. લગ્ન માટે વધારે અપેક્ષાઓ
કેટલાય લોકો ફિલ્મો કે સોશ્યલ મીડિયા જોઈને વિચારતા હોય છે કે લગ્નમાં બધું જ પરફેક્ટ રહેશે. પણ હકીકતમાં થોડું સમજૂતી અને સહનશક્તિ પણ રાખવી પડે છે – જે ઓછું થાય છે. ફિલ્મો અને સિરિયલો ના લીધે, લોકોની અપેક્ષા ખૂબ જ વધી ગઈ છે, પોતાની આવક, પોતાનું કુટુંબ ની કેપેસિટી કે પોતાના બરોબર નું જોયા વગર, વર્ષની એક થી બે ફોરેન ટ્રીપ, ગમે ત્યાં જાવું હોય ફ્લાઈટમાં જવું, હોટલમાં કે રિસોર્ટમાં જ ઉતરવું, દેખા દેખી માં જરૂરિયાત વગર મોંઘાદાટ કપડાં લીધે રાખવા શોપિંગ કરે રાખવું. નાના બાળકની જેમ જીદ કરી અને પૂરી ન થાય તો તરત વાત છુટા છેડા સુધી પહોંચી જાય છે. સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. નાની નાની વાતમાં ગમે ત્યારે ઝઘડો અને અલગ થવાનો વિચાર આવે છે.
5. ડિવોર્સ લેવા હવે કાયદાકીય રીતે સરળતા આવી ગઈ છે
હવે “મ્યુચ્યુઅલ ક્ધસેન્ટ” (પરસ્પર સંમતિ) વડે છૂટાછેડા સરળ બન્યા છે. પહેલાની જેમ લંબાય એવાં કેસો ઓછા છે.
6. મોબાઈલ/સોશિયલ મીડિયા થી વિશ્ર્વાસ તૂટવો
અંતરંગ સંબંધોમાં વિશ્વાસ મહત્વનો છે. પણ ઘણી વખત ચેટ, ફોટા, મેસેજીસના કારણે પતિ-પત્ની વચ્ચે શંકા ઊભી થાય છે અને વિશ્વાસ તૂટે છે.
7. સૌથી મોટું કારણ, અત્યારના પતિ-પત્નીની ઉંમરમાં તફાવત નથી હોતો
પહેલાના સમયમાં પતિની ઉંમર 10 થી 12 વર્ષ પત્ની કરતા મોટી રહેતી, તેના મુખ્ય કારણ બે છે. સ્ત્રી છે બહુ નાની ઉંમરમાં મેચ્યોર થઈ જાય છે, જ્યારે પુરુષને માનસિક અને આર્થિક મેચ્યોર થવામાં સ્ત્રી કરતા પાંચ થી 10 વર્ષ વધુ લાગે છે. જ્યારે લગ્ન થાય છે ત્યારે પત્ની કરતા પતિ જે છે તે થોડો ઈમેચ્યોર હોય છે. પુરુષને લગ્ન થાય તે પછી પત્નીની સાથોસાથ પોતાના કુટુંબને પણ નિભાવવાનું છે. જરૂરિયાતો સંતોષવાની છે, જ્યારે ઉંમરમાં તફાવત નથી હોતો અને સરખી ઉંમરના હોય છે, ત્યારે અપેક્ષા મુજબ જીવન નથી જીવી શકાતું. 30 થી 45 વર્ષના પુરુષની આવક કરતા કુટુંબની જરૂરિયાત વધુ હોય છે, લોનના ઇએમઆઈ ભરવાના હોય છે, પોતાના ભાઈઓ બહેનોને ભણાવવાના હોય છે, વડીલોનો દવાનો વગેરે ખર્ચો વધતો હોય છે, આવા સમયે જ્યારે પત્ની એવું કહે છે કે મારે બહારગામ ફરવા જવું છે, ફોરેન ટ્રીપ કરવી છે કે વેકેશન કરવા જવું છે ત્યારે બે છેડા (આર્થીક અથવા રજા) ભેગા ન થતા હોય ઝઘડો થાય છે અને બંનેને એવું લાગે છે કે બંનેની ઈચ્છા અને અપેક્ષા પૂરી નથી થતી અને વાત બહુ આગળ વધી જાય છે. જ્યારે સ્ત્રીને 25-45 વર્ષની ઉંમરમાં હરવા નો ફરવાનો અને તૈયાર થવાનો હરખ હોય છે. હવે જો પુરુષ મોટો હોય તો લોનના હપ્તા, કુટુંબની જરૂરિયાત વગેરે ઓછી થઈ ગઈ હોય ત્યારે પત્નીની મોટાભાગની ઈચ્છા પુરી કરવા માટે પૂરતો સમય અને આવક અને બચત હોય છે. આપ આજુબાજુમાં પણ જોતા હશો, કે જે પતિ-પત્નીની ઉંમરમાં વધુ ડિફરન્સ છે 5 થી 10 વર્ષનો કે 15 વર્ષનો એ લોકોના લગ્ન જીવન ખૂબ જ સુખમય હોય છે અને છૂટાછેડાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
8. પોતાના કુટુંબ અને પોતાના મા-બાપનો સંઘર્ષ જોયા વિચાર્યા વગરની અપેક્ષાઓ.
આપણા પોતાના મા-બાપ અથવા વડીલો તેમના જ્યારે લગ્ન થયા હતા અને તેમને જે સંઘર્ષ કર્યો હતો અને આપણે જોયો હતો તેને આપણે બાયપાસ કરવા માંગીએ છીએ. પણ આપણે તે ભૂલી જઈએ છીએ જ્યારે જીવન છે ત્યારે સાથોસાથ સંઘર્ષ પણ છે. આપણા મા-બાપને વેલસેટ થતા 45 થી 50 વર્ષની ઉંમર લાગી હતી. પણ હવેના વડીલો અને પત્નીની ઈચ્છા એવી છે કે થનારો પતિ 30 થી 35 વર્ષની ઉંમરે એટલો જ વેલ સેટ હોય જે 90% કિસ્સામાં શક્ય હોતું નથી. અત્યારનો અભ્યાસ અને નોકરી કે ધંધામાં સેટ થતા ખૂબ વાર લાગે છે ઘણી વખત તો 30 35 વર્ષની ઉંમર સુધી તો છોકરો ભણતો હોય છે. પહેલાના જમાનામાં લગ્ન થતા ત્યારે મા બાપ છે તે છોકરામાં ગુણ જોતા હતા, છોકરો પાણીદાર છે કે નહીં તે જોતા હતા પછી ભલે ને તેની પાસે અત્યારે ઓછી આવક કેમ ના હોય જ્યારે અત્યારના માત્ર પૈસા જોવાય છે છોકરો ભલે નમાલો હોય કે ગમે તેટલા દુર્ગુણ હોય તો પણ ચાલશે. અંતે મોટી રકમ પડાવી ને છૂટાછેડા. (હવે તો કાયદાની માયાજાળના કારણે આ પણ એક પ્રકાર નો ધંધો થઇ ગયો છે.)
9. મોટી ઉંમરે લગ્ન કરવા
શિક્ષણ અને કારકિર્દીના વિકાસમાં પ્રાયોરિટી હોવાથી ઘણા ભારતીયો લગ્નમાં વિલંબ કરી રહ્યા છે. તાજેતરના ડેટા અનુસાર, સ્ત્રી અને પુરૂષ બંનેની લગ્નની સરેરાશ ઉંમર નોંધપાત્ર રીતે વધી છે. મોટી ઉંમરે લગ્ન કરવાનો અર્થ એ થાય છે કે વ્યક્તિઓ વધુ આર્થિક રીતે સુરક્ષિત અને આત્મનિર્ભર છે, જે વધુ અપેક્ષાઓ તરફ દોરી શકે છે. જ્યારે લગ્નો આ અપેક્ષાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે યુગલો છૂટાછેડા લેવાનું પસંદ કરે છે.
છોકરો અને છોકરી અને તેના મા-બાપને અંતે એટલી જ સલાહ વિશ્લેષકો આપે છે, કે લગ્ન કરવાની ઉંમરે લગ્ન કરાવી દેવા, બાંધછોડ કરવી, છોકરો કેપેબલ છે કે નહીં અને કુંડળી કરતા સ્વભાવ મેચ કરે છે કે નહીં તે ખાસ જોવું.