વિસાવદરના કાલસારીની 3500 વીઘામાંથી માત્ર 55 વિધા જમીન ખુલ્લી કરાઈ
જૂનાગઢ તાલુકાના 35 સરપંચોના રાજીનામાં બાદ પણ ગૌચરનો મુદ્દો ઉઠ્યો હતો
- Advertisement -
માલધારીના આંદોલન બાદ જમીન ખુલ્લી નહીં થાય તો લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી થશે: TDO
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામની ગૌચર જમીનમાં થયેલ પેશકદમી મુદ્દે માલધારી દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે કલાસરી ગામની 3500 વીઘા ગોચાર જમીનમાં થયેલ પેશકદમીમાં તંત્રએ ત્રણ દિવસમાં માત્ર 55 વીઘા જમીન ખુલ્લી કરવામાં આવી છે.ત્યારે હજુ જિલ્લામાં ગૌચર જમીનમાં થયેલ પેશકદમી મુદ્દે અનેક ફરિયાદો જોવા મળે છે ત્યારે તંત્ર ગૌચરની જમીન ખુલ્લી કરવા કોની લાજ કાઢી રહ્યું છે ? થોડા દિવસ પેહલા જૂનાગઢ તાલુકાના 35 સરપંચોએ એક સાથે રાજીનામાં ધરી દીધા હતા તેમાં પણ ગૌચર જમીન ખુલ્લી કરવાનો મુદ્દો સળગ્યો હતો. રાજીનામાં આપનાર સરપંચોએ રોષ ભેર હતું કે, નાણાકીય અને વહીવટી પ્રક્રિયાઓમાં તો અનેક મુશ્કેલીઓ પડી રહી છે.
પરંતુ તાલુકા પંચાયત દ્વારા ઉંચ્ચ અધિકરીના આદેશ મુજબ ગૌચરની જમીન ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.પણ જે ગૌચરની જમીન છે ત્યાં ક્યાંય હદ નિશાન મારેલ નથી પેહલા ગૌચરની જમીનની માપણી થયા બાદ હદ નિશાન મારવામાં આવે ત્યાર બાદ ગ્રામ પંચાયત દ્વારા ગૌચર જમીન ખાલી કરાવવામાં આવે તેમ છે.પરંતુ તંત્રના અધિકારીઓ ખોટી રીતે દબાણ કરીને હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કાલસારી ગામની અંદાજીત 3500 વિઘા જેટલી ગૌચરની જમીન છે તેમાંથી મોટાભાગની જમીનમાં પેશકદમી થઇ ગઇ છે. પેશકદમી ખુલ્લી કરાવવા માટે માલધારીઓએ વધુ એકવાર ગત તા.17થી મામલતદાર કચેરીમાં આમરણાંત ઉપવાસ આંદોલત શરૂ કર્યુ હતુ. બે ત્રણ દિવસ આંદોલન શરૂ કર્યુ હતુ. બે-ત્રણ દિવસ આંદોલન બાદ તંત્રએ આંદોલનકારી નવ માલધારીઓને કચેરીની બહાર આંદોલન કરવુ અન્યથા જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરાશે એવી ચિમકી આપી હતી. તંત્રની ચિમકી બાદ માલધારીઓએ આંદોલન છાવણીને કચેરીની બહાર ખસેડી લીધી છે. છ દિવલથી આંદોલન શરૂ રહ્યા બાદ ગોકળ ગાયની ગતિએ તંત્ર દ્વારા દબાણો દૂરકરવાની કામગીરી શરૂ કરવાની કામગીરી શરૂકરવામાં આવી છે.
- Advertisement -
અમુક દબાણકર્તાઓએ હદ નિશાન કાઢી નાખ્યા
આંદોલતકારી માલધારીઓએ રોષભેર જણાવ્યુ હતુ કે, અમુક દબાણકર્તાઓએ તંત્ર દ્વારા માપણી બાદ નાખવામાં આવેલા હદ નિશાનને કાઢીને ફેંકી દેવામાં આવ્યા છે. આ અંગેના પુરાવાઓ પણ તંત્રના અધિકારીઓને આપવામાં આવ્યા છે. તંત્ર સામાન્ય દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરે છે જયારે અમુક દબાણકર્તાઓની લાજ કાઢી ક્યુ હોય તેમ કોઇ કાર્યવાહી કરતુ નથી. ગોકળ ગાયની ગીતએ કામ ચાલતુ હોવાથી સંપૂર્ણ દબાણ દૂર કરવામાં વર્ષોના વાણા વિતી જાય તેમ છે.
કાલસારીમાં સ્વેચ્છાએ દબાણો દૂર નહીં થાય તો લેન્ડગ્રેબિંગ મુજબ કાર્યવાહી થશે: TDO
આ સમગ્ર મામલે વિસાવદર તાલુકા પંચાયના ઇન્ચાર્જ ટીડીઓએ જણાવ્યુ હતુ કે, ત્રણ ચાર દિવસથી કાલસારીની ગૌચરની જમીનમાંથી દબાણ હટવવાનું શરૂ કરવામાં આવ્યુ છે. આજ સુધીમાં 55 વિઘા જેટલી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. ગૌચરની જમીનમાં જે બાંધકામો થઇ ગયા હતા તને પાડી નાખવામાં આવ્યા છે. જે ફાળવવા વૃક્ષો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. આજથી સ્વૈચ્છાએ દબાણો દૂર નહી કરે તેવા આસામીઓને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવશે. નોટિસ બાદ પણ દબાણ દૂર નહીં થાય તો લેન્ડગ્રેબીંગ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.