રાજકોટમાં સોલંકી બંધુઓનો આખા વિસ્તારમાં ભયંકર ત્રાસ
પ્રકાશ, મનોજ સોલંકી અને અનિલ સોલંકી પર બી-ડિવિઝન ઙઈંનાં બાર હાથ
- Advertisement -
‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઑપરેશનમાં બહાર આવી સ્ફોટક વિગતો
રાજકોટના મોરબીરોડ પર આવેલા વેલનાથપરામાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેંચાણ થઈ રહ્યું છે. ખાસ-ખબરના ગત 5 ડિસેમ્બરના અંકમાં આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો આમ છતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. મોરબીરોડ પુલ પછી આવેલા વેલનાથપરામાં હજુ પણ દેશી દારૂની ખુલ્લેઆમ બનાવટ અને વેંચાણ ચાલું છે જે અંગે ખાસ-ખબર દ્વારા સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. ખાસ-ખબરને સ્ટિંગ ઓપરેશન દરમિયાન મળેલી માહિતી મુજબ રાજકોટ શહેરની સીમાડે આવેલા મોરબીરોડ પર વેલનાથપરામાં પ્રકાશ સોલંકી, મનોજ સોલંકી અને અનિલ સોલંકી નામના ત્રણ ભાઈઓ તેમજ તેમના છોકરાઓ રાહુલ સોલંકી, સાહિલ સોલંકી, વિશાલ સોલંકી અને મહેન્દ્ર સોલંકી દેશી દારૂની બનાવટ અને વેંચાણનો ધંધો સરાજાહેર કરી રહ્યા છે. એવું કહેવાય રહ્યું છે કે, બી ડિવિઝન પોલીસ સ્ટેશન સોલંકી બંધુઓ પાસેથી હપ્તા ઉઘરાવી રહી છે તેથી આ વેલનાથપરામાં સોલંકી બંધુઓના દારૂના અડ્ડા કોઈ જ બંધ કરાવી નહીં શકે.
પ્રકાશ, મનોજ, અને અનિલનાં અડ્ડા ક્યાં આવેલા છે?
રાજકોટના મોરબીરોડ પુલ ઉતરતા આવતા વેલનાથપરામાં આંગણવાડી સામે એક મકાનમાં પ્રકાશ સોલંકી અને તેના બે છોકરા રાહુલ – સાહિલના દારૂના અડ્ડા આવેલા છે. આ ઉપરાંત ત્યાં જ આવેલા ન્યારા પેન્ટ્રોલ પંપ પાછળ વેરાન વિસ્તારમાં એક મકાનમાં મનોજ સોલંકી અને તેના બે છોકરા વિશાલ – મહેન્દ્રના દારૂના અડ્ડા આવેલા છે. આટલું જ નહીં, આ વિસ્તારમાં જ અનિલ સોલંકી પણ તેની પત્ની જોડે મળીને એક ઝૂંપડામાં દેશી દારૂનો અડ્ડો ચલાવી રહ્યા છે. આમ, આ આખો સોલંકી પરિવાર ત્રણ ભાઈઓ પ્રકાશ, મનોજ અને અનિલ તેમજ તેમના છોકરાઓ રાહુલ, સાહિલ, વિશાલ, મહેન્દ્ર વેલનાથપરા વિસ્તારમાં દેશી દારૂની બનાવટ અને વેંચાણ કરી રહ્યા છે.
- Advertisement -
બૂટલેગરો પર બી ડિવિઝન પોલીસ સ્ટેશન મહેરબાન
વેલનાથપરામાં ચાલતા સોલંકી બંધુઓના દારૂઓના અડ્ડાથી લઈ દાદાગીરી બંધ કરવવા અંગે બી ડિવિઝન પોલીસના પીઆઈ રવિ બારોટને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ બી ડિવિઝન પોલીસ સ્ટેશન બૂટલેગરો પર ચાર હાથ રાખી બેઠી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનને પોતાના વિસ્તારમાં આવેલા દારૂના અડ્ડાઓ દેખાતા નથી, તેઓ માત્ર હપ્તાખોરીમાં જ રસ હોય, અહીં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું અને બૂટલેગરો બેફામ બન્યા છે.
રાજકોટનાં વેલનાથપરામાં ખુલ્લેઆમ વેંચાઈ રહેલાં દેશી દારૂનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…