WHOએ આલ્કોહોલ પર રિપોર્ટ જાહેર કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર વિશ્ર્વમાં દારૂ પીનારાઓની સંખ્યા અબજોમાં હોઈ શકે છે. યુવાનોમાં વાઈન, બીયર કે અન્ય આલ્કોહોલિક ડ્રિંક્સ પીવાનો રસ ઝડપથી વધી રહ્યો છે. તહેવારોની મોસમ હોય કે નવા વર્ષની ઉજવણી, દારૂ પીવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં કહી શકાય કે વર્ષ નવું છે શરીર તો જૂનું જ છે ને!
આજના જમાનામાં દારૂ એ લોકોની ઉજવણીનો એક ભાગ બની ગયો છે. ઘણા લોકોને દારૂની લત લાગી જાય છે અને દરરોજ પીવાનું શરૂ કરે છે. તેમાં આલ્કોહોલ હોય છે અને તેના કારણે તેના વધુ પડતા સેવનથી કેન્સર, લીવર ફેલ્યોર સહિત અનેક જીવલેણ બીમારીઓ થઈ શકે છે. સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે દરરોજ પીવું કેટલું સલામત છે?
કેટલાક લોકો માને છે કે દરરોજ 1-2 પેગ દારૂ પીવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી, જ્યારે ઘણા લોકો 3-4 પેગ પણ સામાન્ય માને છે. ઘણા સંશોધનોમાં આલ્કોહોલના કેટલાક ફાયદાઓ પણ દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેના પર ઘણો વિવાદ છે. આરોગ્ય નિષ્ણાતો દારૂને સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી માને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ પણ આ વર્ષે આલ્કોહોલ પર એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી હતી. આમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલી માત્રામાં આલ્કોહોલ પીવા માટે સલામત ગણી શકાય અને તેના સેવનથી શરીર પર કેવી અસર થાય છે. ત્યારે નવા વર્ષ પહેલા દરેક માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે.
ઠઇંઘએ આલ્કોહોલની સાચી મર્યાદા જણાવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર, આલ્કોહોલનું એક ટીપું પણ સુરક્ષિત ગણી શકાય નહીં. વાઇન અથવા અન્ય આલ્કોહોલિક પીણાંની ન્યૂનતમ માત્રા પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. લોકોએ દારૂ બિલકુલ ન પીવો જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ઘણા વર્ષોના મૂલ્યાંકન પછી આ નિષ્કર્ષ પર પહોંચ્યું છે. આલ્કોહોલનું પહેલું ટીપું પીવાથી કેન્સર, લીવર ફેલ્યોર સહિત અનેક ગંભીર રોગોનું જોખમ વધી જાય છે. દારૂ કે બિયરના એક-બે પેગને પણ સલામત માનવા એ લોકોમાં એક ખોટી માન્યતા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ અભ્યાસ સાબિત નથી થયો કે આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. આવા સંશોધન વિવાદોથી ઘેરાયેલા છે. શા માટે આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે જોખમી છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વાઇનમાં આલ્કોહોલ ભેળવવામાં આવે છે, જે એક ઝેરી પદાર્થ છે. તે શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે. વર્ષો પહેલા ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે આલ્કોહોલને ગ્રુપ 1 કાર્સિનોજેનમાં સામેલ કર્યો હતો. કાર્સિનોજેન્સ કેન્સર પેદા કરતા જૂથમાં સામેલ છે. આ ખતરનાક જૂથમાં એસ્બેસ્ટોસ, રેડિયેશન અને તમાકુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર આલ્કોહોલ જ નહીં, તમાકુ અને રેડિયેશન પણ ઘણા પ્રકારના કેન્સરનું જોખમ વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે તે આલ્કોહોલના કહેવાતા સલામત સ્તરો વિશે વાત જ કરી શકાતી નથી.