વોટ્સએપે ભારતમાં કરોડો ફેક એકાઉન્ટ્સ પર બેન લગાવ્યો છે. કંપનીએ આ કાર્યવાહી 1 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે કરી છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામથી પણ લાખો કન્ટેન્ટ હટાવવામાં આવ્યા છે.
વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ ભારતમાં 74,52,500 વોટ્સએપ એકાઉન્ટ પર બેન લગાવી દીધુ છે. કંપનીનું કહેવું છે કે આ એવા એકાઉન્ટ્સ હતા જે વોટ્સએપની પોલિસીનું પાલન ન હતા કરતા. જણાવી દઈએ કે દેશભરમાં લાખો WhatsApp યુઝર્સને સ્પામ અને છેતરપિંડી સંબંધિત કોલ્સ આવે છે. કંપનીએ યુઝર્સ પાસેથી મળેલા સ્પામ રિપોર્ટ અને ફરિયાદના આધાર પર કાર્યવાહી કરી છે.
- Advertisement -
તેમાંથી લગભગ 25,00,000 વોટ્સએપ એકાઉન્ટ એવા હતા જેના પર યુઝર્સની ફરિયાદ પહેલા જ WhatsAppએ કાર્યવાહી કરી દીધી. 1 જૂનથી પ્રકાશિત થયેલા વોટ્સએપના માસિક રિપોર્ટ અનુસાર 1 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે આ તમામ વોટ્સએપ એકાઉન્ટ્સને બંધ કરી દેવામાં આવ્યા છે.
આ વર્ષની સૌથી મોટી કાર્યવાહી
જણાવી દઈએ કે તેને વોટ્સએપની તરફથી આ વર્ષની સૌથી મોટી કાર્યવાહી છે. આ પહેલા WhatsAppએ ગયા મહિને એટલે કે 1 મેએ જાહેર કરેલા રિપોર્ટમાં એવી જાણકારી આપી હતી કે વોટ્સએપે માર્ચ મહિનામાં લગભગ 47 લાખ એકાઉન્ટને બંધ કરી દીધા છે. જે નિયમોનું ઉલ્લંધન કરી રહ્યા હતા.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામથી હટ્યા કરોડો કન્ટેન્ટ
મેટાએ સોશિયલ મીડિયા એપ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પણ મોટી કાર્યવાહી કરી છે. મેટાએ કહ્યું છે કે તેણે ભારતમાં એપ્રિલમાં ફેસબુક માટે 13 નીતિઓમાં 2.7 કરોડથી વધારે કન્ટેન્ટ અને ઈન્સ્ટાગ્રામ પર 12 નીતિઓમાં 54 લાખથી વધારે કન્ટેન્ટને હટાવી દીધા છે.
- Advertisement -
1થી 30 એપ્રિલ 2023ની વચ્ચે Facebookને ભારતીય ફરિયાદ તંત્રના માધ્યામથી 8470 રિપોર્ટ મળ્યા હતા. જેમાંથી 2,225 કેસને સોલ્વ કરવામાં આવ્યા છે.