6 દિવસ લોકોએ મજા માણી પરંતુ રોગચાળાની ભીતિ
મનપાએ 200 કામદારો કામે લગાડ્યા, મેળા આસપાસના રસ્તાઓ પણ સાફ કરાશે
- Advertisement -
રેસકોર્સમાં જ્યાં જુઓ ત્યાં કોથળીઓ, પ્લાસ્ટિકની બોટલ, કચરાનું સામ્રાજ્ય
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનો લોકમેળો પૂર્ણ થયો છે. પરંતુ રેસકોર્સ મેદાનની હાલત નર્કાગાર સમાન બની ગઈ છે. જ્યાં જુઓ ત્યાં કચરો દેખાઈ રહ્યો છે. છેલ્લા છ દિવસમાં અંદાજિત 15 લાખ લોકોએ મેળાની મજા માણી હોવાનું સામે આવ્યું છે. ત્યારે મેળો પૂર્ણ થતાં ઠેર ઠેર હાલ રેસકોર્સ મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મેળામાં ઠેર ઠેર ડસ્ટબીન સહિતની વ્યવસ્થાઓ હોવા છતાં લોકો અને તંત્રની બેદરકારીથી ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. આ ગંદકીને કારણે રોગચાળો ફેલાય તેવી દહેશત ઉભી થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
- Advertisement -
જેમાં યુદ્ધના ધોરણે સાફ-સફાઈ શરૂ કરવામાં આવી છે. જો કે, મહાનગરપાલિકા તંત્રએ 200 કામદારોને કામે લગાડ્યા છે. આ સાથે જ મોર્નિંગ વોક, ફન સ્ટ્રીટ સહિતની જગ્યાઓ પર સાફ કરવામાં આવશે. શહેરમાં તહેવારો પૂરા થતાની સાથે તાવ અને શરદી-ઉધરસનાં કેસમાં વધારો નોંધાયો છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે. તહેવારો દરમિયાન બહારનો ખોરાક વધુ લેવાતો હોવાથી ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે હોય છે. ત્યારે લોકોએ સાવચેત રહેવાની સલાહ પણ તેમણે આપી હતી. બીજી તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોટા પાયે દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે રોગચાળો ન વકરે તે માટે સાફ-સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.