વન વિભાગ, કોસ્ટગાર્ડ, ફીશરીઝ વિભાગ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઈન્ડીયા તેમજ માછીમારો સહિતનાઓ જોડાયા
અમેરિકાથી નવી ટેગ મંગાવાઇ જે વ્હેલ શાર્કને લગાવી અને એ માછલીની દિનચર્યાનો વિશેષ અભ્યાસનો પ્રારંભ કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
2007 પહેલા દરિયામાં બુદ્ધિ જીવી ગણાતી વેલ શાર્ક માછલી નો શિકાર કરાતો અને એક માછલી પકડાતા માછીમાર લાખોપતિ બની જતો. પરંતુ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વન વિભાગ, ફીશરીઝ વિભાગ અને કથાકાર મોરારીબાપૂ ની અપીલ બાદ માછીમારો દ્વારા વેલ શાર્ક બચાવો અભિયાન શરૂ કરાયું હતું. અને ત્યારબાદ માછીમારોએ વ્હેલ શાર્ક માછલી બચાવવાનું શરૂ કર્યું છે. હાલ સુધીમાં મોટી માત્રામાં વહેલ શાર્ક માછલી જાળમાં આવી ગયા બાદ પણ તેને મુક્ત કરી અને બચાવાય છે.
વહેલ શાર્ક માછલીને બચાવવા માં માછીમારોને મોટી માત્રામાં નુકસાન થતું હતું. જેમાં ઝાળ કાપવી પડે. બોટને નુકસાન થાય. પોતાની અન્ય પકડાયેલી માછલીઓને પણ છોડવી પડે. ત્યારે મોટા નુકસાન સામે સરકાર દ્વારા માત્ર 25000 રૂપિયા વળતર ચૂકવવામાં આવતું. આ બાબતે માછીમારોએ રજૂઆત કરેલી અને સરકારે તેમાં બમણી રાહત એટલે એક વ્હેલ શાર્ક માછલી ને બચાવાય તો માછીમારોને નુકસાનના વળતર પેટે હવેથી રૂપિયા 50,000 ચૂકવવાનો પણ નિર્ણય કર્યો છે. જે નીર્ણય નૂ માછીમારોએ સ્વાગત કર્યું છે. તો છેલ્લા સાથે એક વર્ષથી વહેલ શાર્ક માછલી ને ટેગ લગાવી અને તેની દિનચર્યા જાણવા માટે રિસર્ચ થતો હતો. પરંતુ માછલી દૂર જતી રહે અથવા બહુ ઊંડી જતી રહે. તો બેટરી અને સિગ્નલ ની સમસ્યાને કારણે તેનો રિસર્ચ અટકતો. ત્યારે આ બાબતે આજે વન વિભાગના સીસીએફ કે. રમેશ એ જણાવ્યું હતું કે હવે સરકાર દ્વારા યુએસ અમેરિકા થી અધ્યતન ટેકનોલોજી સાથેની નવી ટેગ મંગાવાય છે. જે ટેગમાં બેટરી લાંબો સમય ચાલે. તેના સિગ્નલ સેટેલાઈટ સાથે સંપર્કમાં રહે. તેવી ટેગ હવે લગાવવાશે. જેથી વેલ શાર્ક માછલી બહુ જ લાંબા અંતરમાં અનેક દેશોમાં પ્રવાસ કરતી હોય જેનો સંપૂર્ણ બાયોડેટા નવી ટેગ મારફત સફળતાથી જાણી શકાશે..