સાંજે 7.30 કલાકે નિરાલી રિસોર્ટમાં નવરાત્રી રાસોત્સવનું જાજરમાન આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રીના આગમન પૂર્વે જ શ્રી રાજ રાજેશ્ર્વરી ઇવેન્ટ એન્ડ કર્ણાવતી ક્લબ ઓફ ઈવેન્ટ દ્વારા એક દિવસીય વેલકમ નવરાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર ઉપરાંત આસપાસનાં તાલુકા કક્ષાના ગોંડલ, જેતપુર, ધોરાજી સહિત બહારગામના અનેક ગ્રુપો પણ આ રાસોત્સવમાં ગરબા રમવા પોતાની એન્ટ્રીઓ બુક કરાવી છે. અદભૂત સ્ટેજ સજાવટ, રોશની, લાઇટીંગ સહિતની સુવિધાથી સજ્જ રાસોત્સવમાં રઢીયાળી રાત ખેલૈયાઓ ઝુમી ઉઠશે. રાસોત્સવમાં દાંડીયા કીંગ રાહુલ મહેતા, પ્લેબેક સીંગર મુદ્દલ ઘોષ, પોપ સીંગર ચાર્મી રાઠોડ, એન્કર તેજસ શીશાંગીયા, ઓરકેસ્ટ્રા હિતેશ ઢાંકેચા અને સાથી ટીમ ખેલૈયાઓને ડોલાવશે. રાસોત્સવમાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર જેબીએલ વીટીએક્સ મ્યુઝિક સીસ્ટમ ગુંજી ઉઠશે અને ખેલૈયાઓને ધરતી ધ્રુજાવવા મજબૂર કરશે.
એક દિવસીય રાસોત્સવના જાજરમાન આયોજનને સફળ બનાવવા હિતેષ દોશી, અશ્ર્વિન ભુવા, ધૈર્ય પારેખ, અહેમદ સાંધ, વિજય સિંઘવ, સતીષ પટેલ, વિશાલ સવા, હેમલ કામદાર, સંજય ઝાલા, નિખીલ ગોહેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
શનિવારે શ્રી રાજ રાજેશ્ર્વરી-કર્ણાવતી ક્લબ ઈવેન્ટ દ્વારા વેલકમ નવરાત્રી
