ખાસ-ખબર સંવાદદાતા
વડલાની ડાળખીઓ-વડવાઈઓ ઉપર ઝુલવાના દિવસો ભૂતકાળ બન્યા છે ત્યારે અડધે સુધી જ આવતી વડવાઈઓ ઝાડ નમીને છેક ધરતી સુધી પહોચ્યું જાણે પહેલું ગીત “અમે નીસરણી બનીને ઊભા રે… ચઢનારા કોઈ ન મળ્યા…” અહીં ઝુલનારા
સોમનાથ બાયપાસથી પ્રભાસપાટણ ચાંદખતાલ વાડી વિસ્તાર જવાના રસ્તાના પ્રારંભે એક અડાબીડ વટવૃક્ષ હેરિટેઝની ઓળખસમો રોડ સાઈડ ઉપર પથરાયેલો છે.
દૂધ, દહીં, રેંટ, ગાડાં, ખાટલા, માટલા, ખોરડાં, ઢોર ઢાંખર જેવા મારે તે ગામડે એકવાર આવજોનાં સમયમાં આ વડલાની વડવાઈઓને બે ડાળીઓ ભેગી કરી ગામનાં આવેલા મહેમાનો, ગાયોના ગોવાળો અને તહેવારોમાં બહેનપણીઓ ઝૂલતી જેનું સ્થાન મોર્ડન યુગમાં તૈયાર હિંડોળા બન્યા છે. હવે ઝાડની ડાળીઓ પણ કદાચ ઉંડા નિ:શાશા નાખતી હશે એટલે જ એ વર્ષો જૂના પ્રાચીન વડલો છેક ધરતી સુધી ડાળીઓ લંબાવી કદાચ કહેતો હશે કે કોઈ લૌટા દે, મેરે બીતે દિનો કે…
સોમનાથ પંથકમાં અજીબો-ગજબ વડવાઈઓ
