મેષ (અ, લ, ઇ)
આપનાં સપનાં અને ઇચ્છાઓ ખીલી ઊઠશે અને વિકાસની પરાકાષ્ઠાએ પહોંચશે, ત્યારે શાંતિ અને સંતોષની વધુ જરૂર વર્તાશે. આ સમય આપની પાસે જે કંઈ છે તેને જોવાનો અને તેની કદર કરવાનો છે. ઉષ્માભર્યા સંબંધો અને ઊંડી લાગણી આ મહિનાની મુખ્ય બાબત છે. સારો સમય રવિવારે અને બુધવારે પસાર કરો. આશ્ચર્યની વાત એ છે કે હાલમાં નાણાં, તમારા માટે સૌથી મહત્વની બાબત બની ગઈ છે અને તે આપને કઈ તરફ દોરી જશે તે આપના નિર્ણય પર નિર્ભર કરે છે.
વૃષભ (બ,વ,ઉ)
વિખવાદ ઊભો નથાય, તે માટે તકેદારી રાખવી જરૂરી છે. બિનજરૂરી તર્ક ન લડાવવાની સલાહ છે. ચાલુ નાણાંકીય કામ ચાલવા દેવા. આપના માટે વ્યક્તિગત બાબતો મહત્ત્વની બની રહેશે. બુધવારે આપ પૂર્ણતાનો અનુભવ કરશો. ખોટા વિચારો અને વાતો પર ધ્યાન આપવું નહીં. સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે આપ સારું કામ કરી શકશો. જો આપ એકલા વેપાર કરતા હશો તો સારી સફળતા મેળવી શકો છો. બાકી બધા સાથે મળીને કામ કરવું. કટુંબ કે સમાજમાં ગેરસમજ ના થાય તેની કાળજી રાખવી.
- Advertisement -
મિથુન (ક, છ, ઘ)
ભવિષ્ય તમારા માટે ઘણું પડકારરૂપ અને અઘરું ન બને તે માટે કાળજી રાખવી. જોકે, આ તમારા માટે અનપેક્ષિત નહોતું. તમે સખત મહેનત કરવાનું વલણ ધરાવો છો. આર્થિક રીતે અને સામાજિક રીતે અદ્ભુત સપ્તાહ રહેશે. આપની કારકિર્દી અને પ્રતિષ્ઠા માં વધારો થશે . પગાર ઉપરાંતના લાભ પણ મળશે . થોડા વિલંબ પછી પણ આપ આપની પ્રગતિનો માર્ગ મોકળો કરી શકશો. જમીન અને મકાન સંબંધિત કામમાં સફળતા મેળવી શકાય. મંગળવારે અને શુક્રવારે શેર બજારમાં સંભાળીને કામ કરવું.
કર્ક (ડ, હ)
તમે, એકલા બેસીને, મનમાં પ્લાનિંગ કરો અને સમય શાંતિથી પસાર કરો તે લાભદાયી છે . કાયદાકીય અથવા ભૌતિક બાબતોમાં લોકો પાસેથી સાચી સલાહ મળી રહેશે. આ સપ્તાહે આધ્યાત્મિક પ્રવાસ થવાની શક્યતા છે. જાત્રા કે પવિત્ર સ્થળની મુલાકાત થઈ શકે છે. નવું વર્ષ અને નવા વિચારો આપના જીવનમાં પરિવર્તન આવી રહ્યાં છે. જે લાંબા ગાળે ઉપયોગી સાબિત થાય. મંગળવારે આપના ઉપરી અધિકારીને ખુશ કરી શકશો. ગુરુવારે આર્થિક વિકાસ માટે તૈયારી થશે.
સિંહ (મ, ટ)
મહેનત કરવાનો સમય આવી ગયો છે . બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક, જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. આપે બધા જ સંબંધો કામે લગાડવા પડશે. આપનું ભવિષ્ય ઉજ્વળ છે, તેની ઉપરથી નજર હટાવશો નહીં. તમને પ્રેમ અને આર્થિક વિકાસ બંને ભાવનાઓની સમાન અનુભૂતિ થશે. સોમવારે સારી ઓફર મળે. શુક્રવારે શેરબજારમાં સંભાળી કામ કરવું.
- Advertisement -
ક્ધયા (પ, ઠ, ણ)
હવે આપ ઘણા પ્રવૃત્ત રહી ચૂક્યા છો. ખાસ કરીને ઘર-પરિવાર માટે આ સમય સંવાદિતા, સમૃદ્ધિ અને આનંદનો છે. વેપાર તથા નોકરી નાં ક્ષેત્રમાં ઘણી હકારાત્મક અસર જોવા મળશે. પોતાના વિચારોમાં અન્ય લોકોને સામેલ કરવાની સુઝ પ્રગતિકારક નીવડે. આપ આ સપ્તાહે જે અનુભવશો તેને કદાચ શબ્દો દ્વારા વર્ણવી શકાય તેમ નથી. આ તબક્કે પૈસાની બાબતે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી ભવિષ્યમાં પણ લાભ થાય. બુધવારે અને શુક્રવારે સારી ઓફર મળી શકે છે.
તુલા (ર, ત)
વધુ પૈસા મેળવવા, બળ અને ઉત્સાહ મેળવી શકશો. આ વસ્તુ, તમને વધારે પડતું કામ અને ઘરેલું સમસ્યાઓ પાર પાડવા માટે સક્ષમ બનાવશે. આપ ધ્યાન અને પ્રાર્થના કરી શકશો. આપની કાર્યક્ષમતા સાથે આર્થિક વિકાસ પણ થશે. હવે આપનું વલણ જરૂરતમંદોની મદદ કરવાનું રહેશે. તમે જેને જીવનની અતિ વિકટ સમસ્યા ગણો છો તેના ઉક્લના આસાર આ સપ્તાહે જોવા મળે. આ સપ્તાહમાં આપને માન, સન્માન મળશે. મંગળવારે અને શુક્રવારે શેરબજારમાં તેજીનો લાભ લઈ શકાય.
વૃશ્ર્ચિક (ન, ય)
આવડત અને આત્મસંયમ કેળવવો જરૂરી છે, તેમાં આપ પાછળ પડો છો. જેથી આવક, અપેક્ષા કરતાં ઓછી હોઇ શકે છે, પણ પ્રમાણ માં તે સારી હશે. કરકસર ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય. માતા-પિતા પત્ની તથા ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધારવા આપ, આપના અનુભવોનો ઉપયોગ કરી શકો છો. મિત્રો અને સંબંધીઓ સાથે રાખેલા મધૂર સંબંધો કામ આવે સોમવારે સાચવી ને વાહન ચલાવવું. ગુરુવારે સારા સમાચાર મળી શકે છે.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
આ બુધવારે બિન જરૂરી ખર્ચથી સંભાળવું. આવક વધારવા માટે શું કરવું તે અંગે નિર્ણય લેવામાં આવે તો ઝડપી કામ થશે. મિત્રોથી લાભ થાય. જૂની ઉઘરાણી મળશે. કૂળદેવીની કૃપાથી, અટકી પડેલા કામમાં ફરી સફળતા મેળવી શકાય તેમ છે. આર્થિક અને ખાસ કરીને બેન્ક લોન સંબંધિત કામમાં સફળતા મળે. વડિલ અને સિનિયર લોકોની સલાહ માનવી લાભદાયી રહે. ગુરુવારે શેરબજારમાં રોકાણ કરવા માટે વિચારીને પગલું ભરવું. શુક્રવારે ધાર્મિક કામમાં સફળતા મળે.
મકર (ખ, જ)
પરિવાર, સમાજ અને જવાબદારીને કારણે આપ વ્યસ્ત રહેશો, જોકે આ બંને પક્ષ તરફથી થતી પ્રક્રિયા છે. જો આપ બીજાને મદદ કરશો તો લોકો આપની વાહવાહ કરશે તથા તમારી ચિંતાઓ અને મુશ્કેલીઓ વખતે પણ મદદ કરશે. પારિવારિક પ્રશ્નોમાં આપ કેવી ભૂમિકા ભજવશો તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપ મેળવી શકશો. આ અઠવાડિયાના સમયગાળામાં આપ આધ્યાત્મિક પુસ્તકોમાં વાંચન તરફ મન વાળશો. સોમવારે અને બુધવારે ધંધાકીય લાભ મળી શકે.
કુંભ (ગ, શ, સ,ષ)
તમારા માટે આવી રહેલ સપ્તાહ, પડકારજનક અને સખત મહેનતનો સમય છે. આપ લોકોને ખુશ કરવા માટે પ્રેરણા દાયક કાર્ય કરો છો, જે બીજા લોકોમાં બહુ ઓછું જોવા મળે છે. તેનાથી ચોક્કસ આપના સ્વજનોને ઘણો ફાયદો થશે. ભવિષ્યના આયોજન કરવામાં અંતરાત્માના અવાજને અનુસરશો. આધ્યાત્મિકતા આપને પોતાની તરફ આકર્ષી રહી છે. સામાન્ય રીતે આપ વ્યાવહારિક છો, સોમવારે અને શુક્રવારે પરિવારજનો, મિત્રો કે સ્વજનો પાસેથી કશી સારી ખબર મળી શકે છે.
મીન (દ, ચ, ઝ, થ)
કુટુંબ અને સમાજ માટે, આપના વિચારો તથા કામ પર તેની અસર થશે, જોકે, સમાજના ભલા માટે આપની સમગ્ર શક્તિ કામે લગાડો તો લાભદાયક સાબિત થશે. સોમવારે અને શુક્રવારે આપનું ધ્યાન વ્યક્તિગત જરૂરિયાતોથી હટીને બીજી જરૂરિયાતો તરફ કેન્દ્રિત થશે. થોડા સમયમાં આપ સરળતાથી કામ કરવાના રસ્તા શોધી શકશો. વ્યવસાય અર્થે પ્રવાસ અને લોકો સાથે સંપર્ક અને વાતચીત થવાની પણ શક્યતા છે, જે તમને ભવિષ્યમાં કામ આવશે.