મેષ (અ, લ, ઇ)
નોકરિયાત વર્ગને કામનો બોજ વધે. જોકે, ઉપરી અધિકારીઓનો સહકાર મળી રહે. માનસિક શાંતિ, સ્વસ્થતા અને ઉત્સાહના અનુભવ માટે, સકારાત્મક વિચારસરણી સાથે સતત કાર્યરત રહેવું જરૂરી બનશે. નાણાકીય રીતે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે નહીં તે જોવું. વેપાર ધંધામાં ફાયદો કરાવે તથા નવી તકોનું નિર્માણ થાય. પ્રેમપ્રસંગ, મિલન-મુલાકાતમાં અડચણો, વિઘ્નો આવે. આાવેલી તકોને ઝડપી લેશો તો આ સમય આનંદપૂર્વક પસાર થાય. મંગળવારે નવા રોકાણથી લાભ થાય. ગુરુવારે વાહનોથી સંભાળવું.
વૃષભ (બ,વ,ઉ)
નોકરિયાત વર્ગને બઢતી-બદલી અંગે ધાર્યું થાય. આર્થિક બાબતો અંગે. વધારાના પ્રયત્નોની જરૂર પડે. તમારા માનસમાં વિષાદ અને અજંપાની લાગણી ઘર ન કરી જાય તે માટે ખાસ તકેદારી રાખવાની સલાહ છે. ઉપરીથી વાદવિવાદ ટાળવો. વેપાર ધંધાના ક્ષેત્રે મહેનત વધારવી પડે. પરંતુ લાભ જરૂર મળે. કૌટુંબિક, સામાજિક, તથા સંતાનની બાબતોમાં સંજોગો સુધરતા જણાય. શાંતિ રાખશો તો, ફરી એક સપ્તાહ આપ ઘરનું સ્વર્ગીય સુખ માણી શકશો. રવિવારે સંભાળવું.
મિથુન (ક, છ, ઘ)
પરિવર્તન આવી રહ્યું છે. જીવનના દરેક ક્ષેત્રમાં તેની અસર વર્તાશે. આ સમયગાળામાં નવીન તકો અને તમારા ભાવિના ઘડતર માટે અતિ મહત્ત્વના સંજોગોનું નિર્માણ થાય. ચિંતા અને અશાંતિમાંથી બહાર નીકળવા માટે તમે હવે વધુ ઊંડાણપૂર્વક પોતાની કુળદેવી માં માનતા થશો. સ્વાભાવિક રીતે જ આધ્યાત્મિક બાબતો તરફ વિશેષ ઝોક ધરાવતા થશો. રમતગમત, સાહસ આ બધાને કારણે આ સપ્તાહ આનંદદાયક પુરવાર થાય તેવી શક્યતા છે. શુક્રવારે આર્થિક લાભ. રવિવારે ખુશ ખબર મળી શકે છે.
કર્ક (ડ, હ)
તમારી ઘણી પ્રવૃત્તિઓમાં અનેક ઘટનાઓ આકાર લેશે. મિત્રતા અને શત્રુતા વિરોધી લાગણીઓ અનુભવશો. આથી તમારા લાભમાં હોય, તેમાંથી સેરવી લેવાની વૃત્તિ રાખશો તો વાંધો નહીં આવે. નાણાકીય બાબતો આ સમયગાળાની તમારી જરૂરિયાતોમાં પ્રથમ રહેશે. વેપાર ધંધા ક્ષેત્રે નવી તકો ઉભી થઈ છે તેને ઝડપીને કારકિર્દી આગળ વધારી શકશો. આપ પ્રવાસ માટે તૈયાર થશો અને તે અટકી જાય તેવું બને. આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે. સોમવારે શેરબજારમાં સંભાળી કામ કરવું. શુક્રવારે લાભ જણાય.
સિંહ (મ, ટ)
આ અઠવાડિયે યુવાનોનું મન મોટેભાગે પ્રેમ અને પ્રેમલગ્ન જેવા વિચારોમાં જ રોકાયેલું રહેશે. જીવનસાથીની પસંદગી માટે, નવી મિત્રતા માટે, તથા કોઓર્ડિનેશન માટેનો શ્રેષ્ઠ સમયગાળો છે. તમારા શોખની પુર્તિ થાય. બાળકો અને કુટુંબ સાથે સારો સમય પસાર કરશો. અભ્યાસ માટે સારી શાખાની પસંદગીનો નિર્ણય લેવાય. વિઘાર્થીઓ માટે આ શ્રેષ્ઠ તબકો બની રહેશે. પ્રગતિ અનેક રીતે થતી હોય છે, પણ ભૌતિક સફળતા સૌથી વધુ દ્રશ્યમાન હોય છે. બુધવારે લાભ થઈ શકે છે શુક્રવારે સિનિયર સિટીઝને સંભાળવું.
ક્ધયા (પ, ઠ, ણ)
વેપાર ધંધામાં નવી તકો આવી મળે તે ઝડપી લેશો. જમીન, મકાન જેવી બાબતોમાં સાનુકૂળ સમય ચાલી રહ્યો છે. ચાલુ કાર્યોમાં પ્રગતિ થાય. કૌટુંબિક, સામાજિક, લગ્ન, સંતાન અંગેના પ્રશ્નો ચિંતા કરાવે. આપના મનની મૂંઝવણ વધતી જણાય. આરોગ્ય કથળવાની સંભાવનાઓ રહેલી છે. પ્રવાસ, પર્યટનમાં મુશ્કેલીઓ આવે અને ઘણા ખર્ચાળ નીવડે, માટે સમજીને નિર્ણય લેવો. સરકારી- કાનૂની પ્રશ્નોનું નિરાકરણ મળે. આપ નવા પ્રોજેક્ટ શરૂ કરવા લોન કે ફંડ લેવાનું વિચારો તેવી શક્યતા છે. શુક્રવારે સફળતા મળે.
તુલા (ર, ત)
ધંધો અને નોકરિયાત વર્ગને કામનો બોજ વધે. ઉપરી અધિકારીઓનો સહકાર મળે. માનસિક શાંતિ, સ્વસ્થતા અને ઉત્સાહના અનુભવ માટે, સકારાત્મક વિચારસરણી સાથે કાર્યરત રહેવું જરૂરી. નાણાકીય રીતે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે નહીં તે જોવું. વેપાર ધંધામાં ફાયદો કરાવે તથા નવી તકોનું નિર્માણ થાય. પ્રેમપ્રસંગ, મિલન-મુલાકાતમાં વિઘ્નો આવે. આાવેલી તકોને ઝડપી લેશો તો આ સમય આનંદપૂર્વક પસાર થાય. મંગળવારે નવા રોકાણથી લાભ થાય. ગુરુવારે સંભાળીને ચાલવું.
વૃશ્ર્ચિક (ન, ય)
ગણતરી પ્રમાણેનું કામ ન થવાથી થોડો ઉચાટ કે ઉદ્વેગ રહે. જોકે ધીરે ધીરે આપના કામ અંગે સાનુકુળતા પ્રગતિ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી હર્ષ લાભ રહે. જમીન, મકાન કે વાહનના કામમાં સાનુકુળતા. મિત્રવર્ગથી લાભ. મંગળવારે વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરવો, બુધવારે સામાજિક વ્યવહારિક કામમાં રૂકાવટ જણાય. પરંતુ પ્રયત્ન કરી સફળતા મેળવી શકાય. ગુરુવારે સારા સમાચાર મલે. રવિવારે કુટુંબ સાથે આનંદ.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
તમારા ગત અઠવાડિયાના કાર્યોમાં આગળ પ્રગતિ થાય. તમે નવી રેસ્ટોરાં કે નવો વ્યવસાય શરૂ કરો એવી પ્રબળ સંભાવના છે. મુલાકાત, ઈન્ટરવ્યું, નિમણૂક, લગાવ જેવી બાબતોમાં તમે વ્યસ્ત રહેશો. તમારામાં રોમાંચની લાગણી બળવત્તર બને. તમને ઘણા નવા વિદેશી સંપર્કો થાય અને તેનો ફાયદો મળે. સપ્તાહમાં તમે ઘણી બધી ઈવેન્ટમાં ભાગ લેશો. મહેનત અને કુનેહની જીત થશે. ગુરુવારે સફળતા મળી શકે છે શુક્રવારે આર્થિક લાભ થઈ શકે છે.
મકર (ખ, જ)
સફળતાના સંજોગો નિર્માણ થાય. સતત વ્યસ્ત રહેશો. મિત્રો અને રોમાન્સને લગતાં જોડાણો થાય. વ્યવસાયમાં ભાગીદારી, પ્રવાસ અને વેપાર, વિવાહ વગેરેની તૈયારીમાં વ્યસ્ત રહેશો. જો તમે જીવનની દિશા બદલવાના મૂડમાં હશો, તો વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનશૈલીમાં સારો બદલાવ લાવશે. જમીન, મકાન, વાહન અંગેના નિર્ણય સમજીને લેવા. કામ પૂરું ન થાય ત્યા સુધી મંડ્યા રહો. શુક્રવાર અને રવિવાર લાભદાયક સાબિત થાય.
કુંભ (ગ, શ, સ,ષ)
આ સપ્તાહે, અચાનક જ આપનું નસીબ જાગે, તેવી પણ શક્યતા છે. નાણાં, આપનાં દ્વાર ખખડાવશે. તમારા પોતાના નિર્ણય ઉપર આવીને તેનો ત્વરિત અમલ કરવા તરફ આગળ વધો તો સદ્નસીબે નિર્ણય સાચો સાબિત થાય, તેવી શક્યતા છે. ચંદ્ર, તમારા મગજમાં નવા વિચારોને જન્મ આપશે . તે તમારા માટે સર્જનાત્મક અને સાહસિક બનાવશે. વ્યવસાયની શરૂઆત, વિસ્તરણનો, કમાવાનો, આયોજનોનો અને જીવન આનંદ મેળવવાનો આ સમયગાળો છે. સોમવાર સાચવી લેવો.
મીન (દ, ચ, ઝ, થ)
નવા રોકાણ કરવાથી દૂર રહેવું. જુના રોકાણો, રોકડા કરી લેવા. પરિવારજનો સાથે વધુ નિકટતાનો અનુભવ થાય. તમારી ઘણી પ્રવૃત્તિઓમાં અનેક ઘટનાઓ આકાર લેશે. મિત્રતા અને શત્રુતા જેવી વિરોધી લાગણીઓ અનુભવશો. નાણાકીય બાબતો આ સમયગાળાની તમારી જરૂરિયાતોમાં પ્રથમ રહેશે. વેપાર ધંધા ક્ષેત્રે નવી તકો ઝડપીને કારકિર્દી આગળ વધારી શકશો. શેરબજારમાં રોકાણ લાંબા ગાળે, લાભદાયક નિવડે. ઉધાર માલ અને ઉછીના નાણાં, મોટો ફાયદો દેખાય, તો પણ ન આપવા. શનિવારે અને સોમવારે મિત્રો તરફથી લાભદાયક નિવડે.