હાલમાં રાજ્યમાં સવારે અને રાતે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને દિવસે ગરમી લાગે છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતનું હવામાન કેવું રહેશે એ અંગે આગાહી કરી છે.
ચોમાસું જતું રહ્યું છે અને વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના કેટલાય શહેરોમાં તાપમાન વધી રહ્યું છે. ચોમાસા બાદ સીધો ઉનાળો આવી ગયો હોય એવી તડકો પડી રહ્યો છે. જો કે મોડી રાતથી વહેલી સવાર સુધી વાતાવરણમાં ઠંડક રહે છે. પરંતુ દિવસ દરમિયાન ભારે તડકો અને ગરમી પડી રહી છે. ત્યારે હવે આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં હવામાન કેવું રહેશે.
- Advertisement -
હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે કરેલી આગાહી પ્રમાણે વાતાવરણ સૂકું રહેશે. આગાહી પ્રમાણે આગામી દિવસો દરમિયાન લોકોને ઉનાળા જેવી આકરી ગરમીનો લોકોએ સામનો કરવો પડી શકે છે. આગામી 3-4 દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત રહેશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે લોકોએ હજુ પણ થોડા દિવસો સુધી આકરી ગરમીનો અનુભવ કરવો પડશે.
હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં હાલમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તો દાના વાવાઝોડાની ગુજરાતમાં અસર અંગે હવામાન વિભાગ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી. એટલે કે હવામાન વિભાગે વાવાઝોડાની અસર અંગે કોઈ ચેતવણી આપી નથી. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, દાના વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ થશે.
અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ દાના વાવાઝોડાની અસર થઈ શકે છે. સાથે જ તેમણે આગાહી કરી છે કે 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સરહદના વિસ્તારોમાં પણ અંબાલાલ પટેલે હળવા વરસાદની આગાહી કરી છે. ત્યારે હજુ 26 ઓક્ટોબર સુધી દાના વાવાઝોડાની અસર જોવા મળી શકે એવી સંભાવના પણ વ્યક્ત કરી છે.