ખાસ-ખબર સંવાદદાતા
વિજયા દશમી પર્વ નિમિતે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પોલીસ દળના શસ્ત્રોનું પૂજન કર્યુ હતું.માં શક્તિ સત્યને હમેશા સર્વોપરી રાખવા પોલીસ દળને આશિર્વાદ આપે અને આ શસ્ત્રો સમાજમાં ન્યાય, વ્યવસ્થા અને શાંતિ કાયમ કરવા માટે માધ્યમ બને તેવી પ્રાર્થના કરી હતી.
આ તકે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર ,એમ.એમ.પરમાર, જી.બી.બાંભણીયા, એલસીબીના પીઆઇ એ.એસ.ચાવડા, એસઓજીના પીઆઇ એ.બી.જાડેજા, પીએસઆઇ આર.એચ.મારું, વેરાવળ સીટી પીઆઇ એસ.એમ.ઇશરાણી, પીઆઇ આર.એ.ભોજાણી, જિલ્લા ટ્રાફીક પીએસઆઇ, કે.એન.મુછાળ, એકસ.ડી.ઝણકાટ, બીડીડીએસના પીએસઆઇ એ.ડી.બાબરીયા સહિતનાં પોલીસ જવાનો હાજર રહ્યાં હતા અને શસ્ત્ર પૂજન કર્યું હતું.