ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
માળિયાના ખીરઈ ગામે પોલીસ પર થયેલ હુમલા બાદ પોલીસ સતત કુખ્યાત શખ્સ પર કાર્યવાહી કરી રહી છે જેમાં કુખ્યાત આરોપીના ઘર પાસેથી ફરસી, છરી સહિતના હથિયારો મળી આવ્યા હતા તો ઘરમાંથી દેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડી માળિયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
માળિયાના ખીરઈ ગામે રહેતા ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવરના ઘરે દારૂની રેડ કરવા ગયેલ પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવતા છ જેટલા પોલીસ જવાનોને ઈજા પહોચી હતી તો ધટનાની જાણ થતા જ ડીવાયએસપી સહિતનો કાફલો દોડી જઈને કોમ્બિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ઇકબાલ સહિતના શખ્સોએ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ગઈકાલે ઇકબાલના રહેણાંક મકાને પોલીસે તપાસ હાથ ધરવામાં આવતા લાકડાના ધોકામાં ફીટ કરેલ ફરસી નંગ 1, ચાર નંગ ત્રણ લાકડાના હાથમાં અને એક પ્લાસ્તીક્સના હાથામાં ફીટ કરેલ છરી, એક જુના જેવું લોખંડની પાઈપ વાળી ધારિયું, એક લોખંડની જૂની કાટ વાળી લાકડાના હાથમાં ફીટ કરેલ છરી સહિતનો મુદામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી
તો પોલીસને વધુ તપાસ દરમિયાન ઘરમાંથી દેશી દારૂ જેવું કેફી પ્રવાહી ભરેલ કુલ બેરલ નંગ 3 લીટર 50 કીમત રૂ.10,000, દેશી દારૂ બનાવવા માટેનો અખાધ્ય ગોલ ડબ્બા નંગ 10 કીમત રૂ.3000, રોકડ રૂ.1,11,000 તથા પાંચ મોટર સાઈકલ કીમત રૂ.83000 તથા ઇસ્ટ બોક્ષ 6 કીમત રૂ.60 એમ કુલ મુદામાલ કીમત રૂ.2,07,060 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



