વિશ્ર્વની બે સૌથી મોટી લોકશાહી ભારત અને અમેરિકા દેશો વચ્ચેની ભાગીદારીની સફળતા-ઝડપથી વિકસતી અને નવી ઉભરતી વૈશ્ર્વિક ગતિશીલતાને જોતાં આ સદીના સૌથી નિર્ણાયક સંબંધો પૈકીની એક હશે તેમાં કોઈ મતભેદ નથી : અદાણી
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને ઞજઈંઇઈ ગ્લોબલ લીડરશિપ ઍવોર્ડ એનાયત થયો. ઍવાર્ડ સ્વીકારતા સમયે ગૌતમ અદાણીએ આપેલી સ્પીચ આ મુજબ છે.
- Advertisement -
નાસ્ડેકના ઉપાધ્યક્ષશ્રી, અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી ઉપપ્રમુખ અને આંતર રાષ્ટ્રીય સંબંધોના વડા શ્રી એડ નાઇટ, અમેરિકા ભારત વેપાર પરિષદના પ્રમુખ શ્રી માયરોન બ્રિલીઅન્ટ, રાજદૂત શ્રી અતુલ કેશપ અને માનવંતા મહેમાનો. ઞજઈંઇઈ ગ્લોબલ લીડરશિપ એવોર્ડ મેળવવો એ મારા માટે સન્માનની વાત છે. ઉદ્યોગ જગતના અનેક માંધાતાઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની હાજરીમાં બોલવાની તક પ્રાપ્ત થઇ તે માટે હું આભારી છું. વ્યક્તિગત સ્તરે, હકીકત એ છે કે આ એવોર્ડ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર આવ્યો છે ત્યારે તેને વધુ નોંધપાત્ર અને યાદગાર બનાવે છે. આ શિખરની થીમ – અમેરિકા-ભારત સમૃદ્ધિના આગામી 75 વર્ષોને મહત્તમ બનાવવા- સમયની દ્રષ્ટિએ દોષરહિત છે. વિશ્ર્વની બે સૌથી મોટી લોકશાહી ભારત અને અમેરિકા દેશો વચ્ચેની ભાગીદારીની સફળતા – ઝડપથી વિકસતી અને નવી ઉભરતી વૈશ્ર્વિક ગતિશીલતાને જોતાં – આ સદીના સૌથી નિર્ણાયક સંબંધો પૈકીની એક હશે તેમાં કોઈ મતભેદ નથી. અલબત્ત, જ્યારે એક વ્યૂહાત્મક જોડાણ છે. જમીની અમલવારીના સંદર્ભમાં હજુ વધુ કરવાની જરૂર છે ત્યારે મને ખાતરી છે કે આ બાબતે આપણે બધા સહમત થઈશું. મુક્ત વેપાર, ખુલ્લાપણું અને એકબીજાની અર્થવ્યવસ્થામાં એકીકરણની બાબતમાં આ સંબંધનું કેન્દ્ર બિંદુ પરસ્પર સ્વીકૃતિ હોવું જરૂરી છે જે શક્યતાઓ કે જે તપાસાઇ નથી એ શ્રુંખલાનો પાયો નાખવા માટે જરૂરી છે. ભૌગોલિક રાજકીય ચિંતાઓ પરત્વે સમાન આધાર આવશ્યક છે પરંતુ તેનો મતલબ નજીવો હશે સિવાય કે તે વ્યવસાયિક સંબંધોના પાયા પર બાંધવામાં આવ્યો હોય. નિષ્પ્રાય વ્યવસાયિક ઉદ્દેશ્યો વગર વૈશ્ર્વિક સહકાર મોટાભાગે લકવાગ્રસ્ત થતો રહેશે. આ સંદર્ભમાં યુએસઆઇબીસીની ભૂમિકા ઉદ્યોગના અવાજને સરકારી નીતિઓ સાથે જોડવામાં મુખ્ય રહેશે વર્તમાન વિશ્ર્વ વ્યવસ્થાને જોતાં તેની જરૂરિયાત વિશાળ અને હિસ્સો ઘણો મોટો છે. કેટલાક મેક્રો નંબરો ઉપર નજર કરીએ તો જો આપણે 2050 તરફ ઝડપથી આગળ વધીએ તો અમેરિકા અને ભારતીય જીડીપીનું સંયુક્ત મૂલ્ય આશ્ચર્યજનક 70 ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે તે વૈશ્ર્વિક અર્થતંત્રનો 35-40% હિસ્સો બનાવશે. બંને દેશોની સંયુક્ત વસ્તી 2050 સુધીમાં બે અબજથી વધુ અને વૈશ્ર્વિક વસ્તીના લગભગ 20% હશે. વધુ મહત્ત્વની વાત એ છે કે, 2050માં પણ આપણા બે રાષ્ટ્રોની સંયુક્ત સરેરાશ વય હજુ પણ 40 વર્ષથી ઓછી હશે. યુરોપ અને ચીન સાથે તેનો વિરોધાભાસ કરીએ તો યુરોપમાં સરેરાશ વય પહેલેથી જ 44 અને ચીનમાં 40 વર્ષ છે. અર્થશાસ્ત્રના આ ચશ્મા અને વપરાશની શક્તિ દ્વારા જોવામાં આવે ત્યારે તે સ્પષ્ટ જણાય છે કે અમેરિકા અને ભારત વચ્ચેનો હાલનો 150 અબજ ડોલરનો દ્વિપક્ષી વેપાર સમુદ્રમાં એક તણખલા કરતાં વધુ નથી ત્યારે હજી ઘણું બધું કરવાની જરૂર છે. તેથી આ સંજોગોમાં આપણી સમક્ષ કયા વિકલ્પો છે અને યુએસઆઈબીસીએ શું ભૂમિકા ભજવવી જોઈએ? જ્યારે આપણા બંને દેશોના વાર્તાકારો વેપાર પેકેજ અને ટેરિફ નક્કી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેનાથી શરુ કરું તો હું માનું છું કે આપણે ખુલ્લી બાબતો ઉપર સહમતી સાધવા માટે પહેલા કરતાં વધુ નજીક છીએ. મને વિશ્ર્વાસ છે કે આપણે તેનો ઉકેલ લાવીશું અને કેટલાક સમાધાનો પરસ્પર સ્વીકારીશું. ટેરિફના પરિણામે વેપાર અને સંબંધોના તમામ પાસાઓ અવરોધાઈ રહ્યા છે તે માન્યતામાં અટવાયેલા રહેવાનું આપણને પોસાઇ શકશે નહી. કેટલાક વ્યુહાત્મક ક્ષેત્રો છે જેમાં આપણે સંયુક્ત રીતે પ્રગતિ કરી પડશે. પ્રથમ અને સૌથી મહત્વની બાબત સહેજ પણ આશ્ચર્યજનક નથી એ ક્લાયમેટ ચેન્જ છે. વિકસિત દેશો દ્વારા વિકાસશીલ રાષ્ટ્રોને ટેકો આપવા વિશે ઘણી વાતો થઈ છે પરંતુ આ ક્ષેત્રમાં ભાગીદારીની દ્રષ્ટિએ તત્કાળ વધુ કરવાની જરૂર છે. પ્લેનેટને સમાનરૂપે ઠંડો પાડવો જરૂરી છે અને તે આગામી કેટલાક દાયકાઓમાં સૌથી વધુ નફાકારક વ્યવસાયોમાંથી એક બની શકે છે. કાયદામાં યુએસ ક્લાઈમેટ બિલ પર હસ્તાક્ષર સાથે આ વિશાળ ઉત્તેજનાનો ફાયદો ઉઠાવવા માટે આપણે બંને દેશોએ એક પદ્ધતિ શોધી કાઢવી જોઈએ. સરકારોએ તેમની ભૂમિકા આખરી કરી છે ત્યારે હવે સહયોગનો માર્ગ શોધવાનું વ્યવસાયોનું કામ છે.
આપણે ભારતમાં 3 ગીગા ફેક્ટરીઓ નિર્માણ થતી જોઈશું જે વિશ્વની સૌથી સંકલિત ગ્રીન-એનર્જી વેલ્યુ ચેઈન પૈકીની એક હશે: અદાણી
અદાણી ગ્રૂપે આ પ્રયાસમાં સહયોગી થવા માટે 70 બિલિયન ડોલરનું વચન આપ્યું છે. પરિણામે આપણે ભારતમાં ત્રણ ગીગા ફેક્ટરીઓ નિર્માણ થતી જોઈશું જે વિશ્ર્વની સૌથી સંકલિત ગ્રીન-એનર્જી વેલ્યુ ચેઈન પૈકીની એક તરફ દોરી જશે. આ પોલિસીલિકોનથી સોલાર મોડ્યુલ્સ, વિન્ડ ટર્બાઈન્સનું સંપૂર્ણ ઉત્પાદન અને હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર્સના ઉત્પાદન સુધી વિસ્તરશે. પરિણામે અમે અમારી હાલની 20 ગીગાવોટની ક્ષમતામાં ઉમેરો કરવા માટે વધારાની 45 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા તેમજ 3 મિલિયન ટન હાઇડ્રોજન પેદા કરીશું આ તમામ 2030 અગાઉ સંપ્પન થશે. આ વેલ્યુ ચેઇન સંપૂર્ણપણે સ્વદેશી અને આપણા દેશની ભૌગોલિક રાજકીય જરૂરિયાતો સાથે બંધબેસતી હશે. જો કે હું માનું છું કે અમારી સાથે કામ કરવા ઇચ્છુક યુ.એસ.ની કંપનીઓના સહયોગથી અમે અમારા લક્ષ્યોને વધુ વેગ આપી શકીએ છીએ જેનાથી આપણે બંનેને ફાયદો થવાનો! હવે પછીનું ક્ષેત્ર સેમિક્ધડક્ટર છે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ કે જ્યાં અર્થતંત્રના લગભગ તમામ ક્ષેત્રો માટે સેમિક્ધડક્ટર આવશ્યક છે. વર્તમાન યુદ્ધે આ માન્યતાને માત્ર વેગ આપ્યો છે. મૂડીવાદનો વિરોધાભાસ એ છે કે લાખો એન્જિનિયરો માટે ખાસ કરીને યુએસ કંપનીઓ માટે ભારત શ્રેષ્ઠ વૈશ્ર્વિક સેતુ બની રહ્યો છે, પરંતુ વ્યવસાયોમાં પ્રાથમિક મૂલ્યવૃદ્ધિ ભારતની બહાર થાય છે. સેમિક્ધડક્ટરના રાષ્ટ્રવાદ પર આધારિત વૈશ્ર્વિક પુરવઠા શૃંખલાઓ ઉપર ભારત નિર્ભર ન રહી શકે અને તેને ટેક્નોલોજી ટ્રાન્સફર માટે યુએસના સહયોગની જરૂર પડશે. અન્ય મહત્વનું ક્ષેત્ર આરોગ્ય સંભાળ છે. આપણે સહુએ જોયું કે જે રીતે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓએ કોવિડ-19ના રોગચાળા દરમિયાન કબજો મેળવ્યો અને રસીની ઉપલબ્ધતા મતો અને મૂડીવાદની રમત બની ગઈ. રોગચાળાના પરિણામે થયેલા વિભાજનને કારણે ડિગ્લોબલાઇઝેશન શબ્દને પ્રાધાન્ય મળ્યું. અવિશ્ર્વાસ પેદા કરતા આ તત્વને આપણે ફરી ક્યારેય હાવી થવા દેવો જોઈએ નહીં. આપણા રાષ્ટ્રો વચ્ચે રસી સહયોગ આપણી અગ્રતા યાદીમાં ટોચના ક્રમે હોવો જોઈએ અને તેને પરસ્પર લાભદાયી રીતે ઔપચારિક બનાવવાની જરૂર છે. તે પ્રમાણે સંરક્ષણ અને સાયબર એ બે મહત્વપૂર્ણ ક્ષેત્રો છે જેના પર અમેરિકા અને ભારતે કામ કરવું જોઈએ. આ ક્ષેત્રોમાં સહયોગથી વિશ્ર્વાસ આવે છે. ભારતને આ બંને ક્ષેત્રોમાં સહયોગની જરૂર છે અને વર્તમાન સમયમાં અમે ફક્ત તેને ઉપરથી જોઇ રહ્યા છીએ. આ બે આવશ્યક ક્ષેત્રો છે જ્યાં પરસ્પર આત્મવિશ્ર્વાસનું સર્જન કરવા અને સક્ષમ થવા આપણી ભાગીદારીથી ટેક્નોલોજી ટ્રાન્સફરનો વિસ્તાર કરવો જોઈએ. તેથી હું યુએસઆઇબીસીને એક વ્યાપક પ્લેટફોર્મની સુવિધા આપવા વિનંતી કરીશ જે નિયમિત ધોરણે બંને પક્ષના સમાન ઉદ્યોગોના અધિકારીઓને એકત્ર કરે. જ્યારે આપણે 2050ની નજીક પહોંચી રહ્યા છીએ ત્યારે બે અર્થતંત્રોના કદ સાથે વિભાજન કરવાના ઘણા બધા લાભો છે. આ ફોરમમાંથી બહુવિધ પરિણામો બહાર આવશે. તે એક વ્યાપક બિઝનેસ ડેવલપમેન્ટ પ્લેટફોર્મનો પાયો નાખશે, જે નીતિના પડકારોને સતત હાઇલાઇટ કરશે જેની પરીપૂર્તિ કરવા સાથે વ્યવસાયો અને નીતિ નિર્માતાઓને એક સમાન પ્લેટફોર્મ પર લાવવામાં આવે તેવા સ્પષ્ટ ઉદ્દેશો હોવા જોઈએ કે જેના માટે આપણે સંકલ્પ કરીએ છીએ.આજે આ ખૂટતી કડી છે. હું વ્યક્તિગત રૂપે જે સંકલ્પ કરી શકું છું – તે એ છે કે આપણે અહીં સમર્થન આપવા માટે છીએ. આ યથાર્થ થાય તે માટે અમારી ભૂમિકા અદા કરવા અને આપનામાંથી કોઈપણ સાથે કામ કરી આ પહેલને આગળ વધારવા માટે વચનબધ્ધ છીએ. મારે અહીં એ પણ ઉમેરવું જોઈએ કે યુએસઆઈબીસીના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ નિશા બિસ્વાલ કરેલી કામગીરી અને હાલના પ્રમુખ અતુલ કેશપ દ્વારા કરવામાં આવેલ કાર્ય અસાધારણથી સહેજ પણ ઓછું નથી. તેઓએ યુએસઆઈબીસીને પ્રાસંગિક બનાવ્યું છે અને તેને એ કક્ષા પર લઈ ગયા છે કે જ્યાં તે હવે આપણા દેશો વચ્ચે વ્યાપારી સંબંધોને વેગ આપવા માટે સૌથી નિર્ણાયક મંચ પૈકીનું એક બનવાની સ્થિતિમાં છે. તેઓએ જે પહેલ કરી છે તેના માટે આપણે સહુએ આભાર માનવો જોઈએ અને આપણા રાષ્ટ્રોને એકબીજાની નજીક લાવવામાં સહાયરુપ થવાનું કાર્ય આગળ વધારી રહ્યા છે. અંતમાં, હું કહીશ કે જ્યારે મેં ઘણી બાબતો પરત્વે પ્રકાશ પાડ્યો છે કે જેના ઉપર આપણે ધ્યાન આપવાની જરૂર પડશે.
- Advertisement -
આપણા બંને રાષ્ટ્રો સમાધાન શોધી લેશે તેવો મારો આશાવાદ ક્યારેય વધારે પડતો નથી.
વિશ્ર્વને પ્રભાવિત કરવાની આપણી સંયુક્ત ક્ષમતા ક્યારેય વધારે ન હતી.
જરૂરિયાત ક્યારેય મોટી રહી નથી.