જુનાગઢ સી-ડિવિઝન પોલીસે ગુજસીટોક મુજબના ગુન્હામાં નાસતા-ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે શહેરમાં જાહેર પોસ્ટર અભિયાન શરૂ કર્યું છે. આરોપી ધીરેન ઉર્ફે ડી. કે. અમૃતલાલ કારીયા રહે. રાયજીબાગ જૂનાગઢ લિસ્ટેડ બુટલેગર છે અને સંગઠીત ગુનાહિત ટોળકીનો મુખ્ય આરોપી છે. આરોપી સામે કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરેલ હોવા છતાં તે પકડમાં આવતો ન હોવાથી પોલીસે આ વ્યૂહરચના અપનાવી છે. પોલીસ દ્વારા શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર વિસ્તારોમાં વોન્ટેડ ધીરેન કારીયાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જે કોઈને પણ આ નાસતા ફરતા આરોપીની ભાળ મળે, તો તુરંત ડીવાયએસપી હિતેષ ધાંધલિયાનો સંપર્ક કરવો. પોલીસે ખાતરી આપી છે કે સચોટ માહિતી આપનાર વ્યક્તિનું નામ અને ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
ગુજસીટોક ગુનાના નાસતા-ફરતા આરોપી અને લિસ્ટેડ બુટલેગરને પકડવા જૂનાગઢમાં ‘વૉન્ટેડ’ પોસ્ટર લાગ્યા

Follow US
Find US on Social Medias


