સિવિલ ડીપાર્ટમેન્ટનું નામાંકીત કંપનીઓમાં પ્લેસમેન્ટ. પ્રિન્સીપાલ- ડો. જયેશ દેશકર.
સમગ્ર વિશ્વમાં જયારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આફતને અવસરમાં પલ્ટી નાખવા તે વી.વી.પી ની વિશેષતા રહી છે. આચાર્ય ડાૅ. જયેશભાઈ દેશકરે વિશેષમાં જણાવેલ કે, શ્રેષ્ઠ પરિણામ, શ્રેષ્ઠ પ્લેસમેન્ટ, ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કૃષ્ઠ સંસ્કારનું સિંચન કરતી અને વિશ્વના શ્રેષ્ઠ પ્લેટફોર્મ ”એમએસ ટીમ્સ” દ્વારા શ્રેષ્ઠ ઓનલાઈન ટિચીંંગ, ઓનલાઈન સેમીનાર, ઓનલાઈન ટ્રેનીંગ વગેરે આપી રહી છે ત્યારે, સિવિલ એન્જીનીયરીંગ વિભાગના ૧૦૦% વિધાર્થીઓનું નામાંકીત કંપનીઓમાં સારા પગાર સાથે પ્લેસમેન્ટ થઈ ગયેલ છે.
નેશનલ લેવલની તેમજ નામાંકીત કન્સ્ટ્રકશન કંપનીઓ જેવી કે, ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ (બી.પી.સી.એલ.)માં સાવનકુમાર અકબરી, હાઈબોન્ડ સીમેન્ટ કંપનીમાં સાવન કાલાવાડીયા, નામાંકીત કન્સ્ટ્રકશન કંપની નિવાન હોમસ પ્રા. લી. માં પલક પારેખ અને હેપીલ બારીયા, વેલ્યુંએશન માટે જાણીતી એવી એકયુરેટ એસોસીએટસ કંપનીમાં મેહુલ જાંજવાડીયા, ઉદય કાકુ, નિરજ રાણપરા અને કાજલ ચૌહાણ, અક્ષર બીલ્ડકોન પ્રા. લી.માં દુધાતરા જયવીન અને મોહીત હુંબલ, ઓમ-નાઈન સ્કવેર ડેકોરા કન્સ્ટ્રકશન કંપનીમાં રવિ મકવાણા અને મયુર ચંદ્રપાલ, ચૈતન્ય સીંહાર આર્કીટેકટ દ્વારા ચાલતા સુન્દરમ ગોલ્ડ પ્રોજેકટ ઉપર સાગર ખાંડેકા, દિયા બિલ્ડકોન પ્રા. લી.ના તુલશી પ્રાઈડ પ્રોજેકટ ઉપર પ્રવિણ મેતલીયા, એપ્લાઈડ આઈડીયા પ્રા. લી.ના એરોઈઝ પ્રોજેકટ ઉપર અભિ ડોડીયા, નિતિન એન્ટરપ્રાઈઝ પ્રા. લી.માં ભવ્ય દોશી, પ્રખ્યાત નીલ ડીઝાઈન આર્કીટેકટ અને ઈન્ટીરીયર ડીઝાઈનર કંપનીમાં નૈમીષ કારેલીયા, ગેલેકસી એન્ટરપ્રાઈઝ પ્રા. લી.માં દિવ્યરાજ સોઢા, સોપાન ગૃપ ઓફ કંપનીઝના સોપાન એલીગન્સ પ્રોજેકટ ઉપર કેયુર રાણપરીયા, આલ્ફા ટુલ્સ પ્રા. લી.માં તાહેર માંકડા, લાડવા બીલ્ડર્સ પ્રા. લી.માં સાવન કુકડીયા, દેવ બિલ્ડર્સ પ્રા. લી.માં સાહીલ ધમ્મર, શારદા કન્સ્ટ્રકશન કંપનીના શારદા સાનીધ્ય પ્રોજેકટ ઉપર જીગર દેત્રોજા, ગેલ કન્સ્ટ્રકશન કંપનીના સંસ્કાર સાનીધ્ય પ્રોજેકટ ઉપર રાજ ચોવટીયા પસંદગી પામ્યા છે.
- Advertisement -
આમ, પ્રવેશ હોય, રીઝલ્ટ હોય કે પછી પ્લેસમેન્ટ હોય વી.વી.પી. નંબર વન ઉપર રહ્યું છે, માટે જ સૌરાષ્ટ્રમાં સિવિલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરવો હોય તો પ્રથમ પસંદગી વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજને જ આપવામાં આવે છે.
સિવિલ વિભાગની આ સિધ્ધી બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૈાશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે, આચાર્ય ડો. જયેશભાઈ દેશકર એ સિવિલ વિભાગના વડા ડો. જીતેન્દ્ર મહેતા, પ્લેસમેન્ટ કમિટિના ઈન્ચાર્જ ડાૅ. જીજ્ઞેશભાઈ જોશી, પ્રો. જીજ્ઞેશભાઈ શાહ તેમજ તમામ કર્મચારીગણ, વિધાર્થીગણને શુભેચ્છાઓ પાઠવેલ હતી.