ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વર્ષે રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આપ સિવાય 31 અપક્ષ ઉમેદવારો મેદાને છે જે પાછલી 2017 ની ચૂંટણી કરતા 20 ઓછા હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની 8 બેઠકો પરથી 51 અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું.
વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની 8 બેઠકો પર 51 અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું જેનો વોટ શેર 12.89% રહ્યો હતો. જેમાં રાજકોટ પૂર્વ બેઠક પર 6 અપક્ષ ઉમેદવારો વચ્ચે 1.54%, પશ્ચિમ બેઠક પર 9 અપક્ષ ઉમેદવારોનો 0.93%, દક્ષિણમાં 4 અપક્ષ ઉમેદવારોનો 0.65% અને રાજકોટ ગ્રામ્યમાં 9 અપક્ષ ઉમેદવારોનો 2.16% વોટશેર રહ્યો હતો.
- Advertisement -
સમૂહલગ્નમાં મતદાન જાગૃતિ
રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે મતદાન જાગૃતિની ઘટના સામે આવી છે. જ્યાં શહેરમાં સમૂહ લગ્નમાં 8 દંપતી દ્વારા ’હા હું મતદાન કરીશ’ તેવા શપથ લેવામાં આવ્યા હતા. ક્રિષ્ના યુવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મતદાર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અંગે સમૂહ લગ્નના આયોજક વિજય વાંકે મીડિયાને જણાવ્યું હતું કે,’લોકશાહી પર્વમાં મતદાન ક્ધયાદાન જેટલું જ મહત્વ છે.’
બેઠક 2017 ઉમેદવાર 2022 ઉમેદવાર
રાજકોટ પૂર્વ 6 4
રાજકોટ પશ્ચિમ 9 8
રાજકોટ દક્ષિણ 4 5
રાજકોટ ગ્રામ્ય 9 6
જસદણ 8 2
ગોંડલ 4 1
જેતપુર 5 2
ધોરાજી 6 3



