PWD તથા વરિષ્ઠ મતદારોને મતદાનની પ્રક્રિયામાં વધુને વધુ ભાગીદાર બનાવવા વિશેષ આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ ઙઠઉ નોડલ અધિકારી અને ઈન્ચાર્જ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન તથા વિવિધ બુથ પર રેમ્પ વગેરે સુવિધાની ચકાસણી કરવામાં આવી રહી છે.
- Advertisement -
દિવ્યાંગો માટે મતદાન સુગમ બને તે માટે જિલ્લા ચૂંટણી શાખા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેથી વધુને વધુ ઙઠઉ મતદારો આ મતદાનના લોકશાહીના અવસરમાં ભાગીદાર બને. કોઈ ઙઠઉ મતદાર કે વરિષ્ઠ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તેમને મતદાન માટે પ્રેરિત તથા જાગૃત કરવા માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત નવજીવન વિકલાંગ સેવાશ્રય, કાઠિયાવાડ બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ સહિત મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદના અનેક સ્થળોએ ઙઠઉ નોડલ અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.



