ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિના સંદેશામાં આપવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં લગ્ન કાર્ડમાં મતદાન જાગૃતિના સંદેશા સાથે અચુક મતદાન કરવા અપીલ કરી છે. ચૂંટણીના સમયની આસપાસ ઘણા બધા લગ્નો નિર્ધારિત હોવાથી, લગ્નમાં આવો અને મતદાન કરવા અપીલ કરી છે. કેટલાક પરિવારોએ ખૂબ જ અનોખા પ્રકારના લગ્ન કાર્ડ બનાવ્યા છે. જે પરિવારમાં લગ્ન યોજવામાં આવે છે. તે કુટુંબમાં ખાસ રીતે લગ્નનું કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મતદાનનું મહત્વ અને જરૂરિયાત દર્શાવવામાં આવી છે. અને તા.1 ડિસેમ્બરે પહેલા મતદાન કરો, પછી જ લગ્નમાં પધારશો. આ કાર્ડ દ્વારા તેમણે એ વાતને હાઈલાઈટ કરી છે કે પહેલા મત આપો પછી લગ્ન સમારોહમાં આવો. મતદાન મુખ્યત્વે મહત્વનું છે. મતદારોની સંખ્યા વધે તે માટે દરેકને અપીલ પણ કરવામાં આવી છે.
પહેલા મતદાન કરો, પછી જ લગ્નમાં પધારશો
