અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી
ચૂંટણી લડવા માટે ડોનેશનનો વરસાદ થયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં આગામી વર્ષે યોજાનારી પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર બનવાની રેસમાં સામેલ ભારતીય મૂળના વિવેક રામાસ્વામી એક ચર્ચિત ચહેરો બની રહ્યા છે. આમ તો આ રેસમાં ટ્રમ્પ જ સૌથી આગળ છે પણ યુવા વિવેક રામાસ્વામી હવે અમેરિકાના લોકોનુ ધ્યાન ખેંચી રહ્યા છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોની પહેલી ડિબેટ અમેરિકાની જાણીતી ચેનલ પર યોજાઈ હતી અને તેમાં રામાસ્વામી હિટ પૂરવાર થયા છે.
ટ્રમ્પ સિવાયના બાકીના તમામ ઉમેદવારોએ આ ડિબેટમાં હિસ્સો લીધો હતો. આ ડિબેટ બાદ તેમને રાતોરાત 4.5 લાખ ડોલરનુ ડોનેશન ચૂંટણી લડવા માટે લોકોએ આપ્યુ છે. ડિબેટ પછીના સર્વેમાં 28 ટકા લોકોએ માન્યુ છે કે, વિવેકે સૌથી સારુ પ્રદર્શન કર્યુ હતુ. જ્યારે રોન ડેસેન્ટીને 27 ટકા, માઈક પેન્સને 13 ટકા અને નિકી હેલીને સાત ટકા એપ્રૂવલ રેટિંગ મળ્ય છે. ગૂગલ સર્ચમાં પણ વિવેક રામાસ્વામી ટોપ પર છે.
રામાસ્વામીએ પોતાના એજન્ડાને ડિબેટમાં સ્પષ્ટ કરતા કહ્યુ હતુ કે, ઈશ્ર્વર છે જ. માતા પિતા જ બાળકોના શિક્ષણનો નિર્ણય રતા હોય છે, જો બોર્ડર ખુલ્લી હોય તો તે બોર્ડર છે જ નહીં. રિવર્સ રેસિઝમ પણ એક પ્રકારનુ રેસિઝમ છે. માણસની પ્રગતિ માટે પેટ્રોલ, ડિઝલ જેવા ફોસિલ ફ્યુલની જરુર છે જ.
ઘણા અખબારો અને ન્યૂઝ ચેનલે પહેલી ડિબેટમાં રામાસ્વામી છવાઈ ગયા હોવાનુ કહ્યુ છે અને તેમની ભરપૂર પ્રશંસા કરી છે. રામાસ્વામીએ કહ્યુ હતુ કે, રિપબ્લિકન પાર્ટની ઉમેદવાર બનવાની રેસમાં બહુ જલ્દી હું અને ટ્રમ્પ એમ બે જ વ્યક્તિઓ વચ્ચે મુકાબલો હશે. નવેમ્બર મહિનામાં રિપબ્લિકન પાર્ટી પોતાના પ્રમુખ પદના ઉમેદવારની જાહેરાત કરશે. આ જ રીતે ડેમોક્રેટિક પાર્ટી પણ પોતાના ઉમેદવારની પસંદગી કરશે.