લોધીકા ગામના લોધીકડી ડેમમાં અતિવૃષ્ટિને કારણે થયેલ નુકશાની : અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે અધિકારીઓને તાકીદે આદેશ કર્યા
રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તાજેતરમાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં પડેલ મુશળધાર વરસાદને પગલે અતિવૃષ્ટિના દર્શ્યો સર્જાણા હતા અને ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી ત્યારે રાજકોટ તાલુકાના લોધીકા ગામનો લોધીકડી ડેમને અતિવૃષ્ટિને કારણે નુકશાની થયેલ ત્યારે રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે આ લોધીકા ગામની સ્થળ મુલાકાત લઇ નિરીક્ષણ કરેલ હતું અને અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે અધિકારીઓને તાકીદે આદેશ કર્યા હતા.
ત્યારે ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે નુકશાની અને તારાજી સર્જાઈ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ નિરીક્ષણ કરી જરૂરી આદેશો કર્યા હતા ત્યારે સેવાકીય કર્યો સતત સક્રિય અને અગ્રેસર એવા રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે રાજકોટ તાલુકાના લોધીકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ અસરગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી, અને અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરી નુકશાન અંગે ત્વરિત જરૂરી કાર્યવાહી કરવા અંગે સૂચના આપી હતી.
આ તકે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઇ દાફડા, મુકેશભાઈ તોગડીયા, મુકેશભાઈ કામાણી, તાલુકા મહામંત્રી દિલીપભાઈ કુંગશિયા, લોધીકા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા, ભીખુભાઇ ડાભી, સંઘના ડાયરેક્ટર સંજયભાઈ અમરેલીયા, તાલુકા સદસ્ય ઉમેશભાઈ દેશાઇ, દિલીપભાઈ મારકણા, ભાવેશભાઈ ખૂંટ, તેમજ ગામના આગેવાનો, લોધીકા મામલતદાર, લોધીકા ટી. ડી. ઓ. મીરાબેન સોનપુરા વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.