વિસામણ ગ્લોબલ સેલ્સનો IPO લૉન્ચ
વિસામણ ગ્રુપના MD મિતુલ વસાના માર્ગદર્શનમાં કંપની નામાંકિત પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં અગ્રેસર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
સ્ટ્રકચરલ સ્ટીલ સપ્લાય અને ટ્રેડીંગના વ્યવસાયમાં અગ્રેસર એવી રાજકોટ બેઇઝ ધરાવતી વિસામણ ગ્લોબલ સેલ્સ લિમિટેડ પ્રાયમરી માર્કેટમાં પ્રવેશ કરી રહી છે. કંપનીનો આઈ.પી.ઓ. 24 જૂના રોજ ખુલશે અને 26 જૂનના રોજ ક્લોઝ થશે. કંપની માર્કેટમાંથી 16 કરોડ રૂપિયા એકઠા કરવાની ધારણા રાખે છે. આ આઈ.પી.ઓ. લાવવા પાછળ કંપનીનો હેતુ ગુજરાતના રાજકોટ શહેરમાં પ્રોડક્શન યુનિટ સ્થાપવા માટે મૂડી ખર્ચની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવું અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટેનો છે.
વિસામણ ગ્લોબલ સેલ્સ લિમિટેડના પ્રમોટર્સમાં મિતુલકુમાર સુરેશચંદ્ર વસા, સુરેશચંદ્ર ગુલાબચંદ વસા, શ્રીમતિ અવની એમ.વસા, શ્રીમતિ ઇલાબેન સુરેશચંદ્ર અને કુલર બ્રિજેશ નરેન્દ્રભાઇ છે. આ કંપની અત્યારે મુખ્યત્વે રાઉન્ડ ટ્યુબ, સ્ક્વેર પાઈપ્સ, રેકટેંગલ પાઈપ્સ અને ફોકસ પાઈપ્સ ઉપરાંત સ્ટ્રકચરલ સ્ટીલ એમ.એસ.એન્ગલમાં એમ.એસ. ચેનલ, એમ.એસ. એંગલ, એમ.સ. આઈ. બીમ્સ, એમ.એસ. પ્લેટ, એમ.એસ. ચેક્વીરેડ પ્લેટસ, એમ.એસ. ફ્લેટ્સ, એમ.એસ. રાઉન્ડ બાર, એમ.એસ. ટીએમટી બાર અને એમ.એસ. સ્ક્વેર બાર, એમ.એસ. રીટેઈલ, એમ.એસ. તી. બાર્સ, એમ.એસ. સીઆર શીટ, કોઈલમાં બીજીએલ કોઈલ, જીપી (જીઆઈ) કોઈલ, એચઆર કોઈલ, સીઆર કોઈલ અને કલર કોટેડ કોઈલ તથા શીટ્સમાં એમ.એસ.શીટ્સ, જીપી એન્ડ જીસી શીટ્સ, સીઆર શીટ્સ, એચઆર શીટ્સ અને પ્લેટસ, કલર કોટેડ શીટ્સ તથા રુફિંગ પફ પેનલ સપ્લાય કરે છે. હવે વિસામણ ગ્લોબલ સેન્સ લિમિટેડ કંપની ડિસ્ટ્રિબ્યુશનમાંથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરવા જઈ રહી છે.
- Advertisement -
ખાસ-ખબર કાર્યાલયની મુલાકાતે આવેલા વિસામણ ગ્રુપના મિતુલ વસા તથા જૈન અગ્રણી મિલન કોઠારી તેમજ શુભેચ્છકો…
વિસામણ ગ્રુપના સ્થાપક-સંચાલક મિતુલ વસા એટલે યંગ એન્ડ ડાયનેમિક બિઝનેસમેન
વિસામણ ગ્રુપના IPOને રોકાણકારોનો પ્રચંડ પ્રતિસાદ કંપનીને માર્કેટમાંથી 16 કરોડ રૂપિયા એકઠા કરવાની ધારણા
જીવનમાં સખત મહેનત અને સ્માર્ટ વર્કને હંમેશા પ્રાધાન્ય આપતા મિતુલ વસા મૂળ મોટી પાનેલીના વતની છે. સુરેશભાઇ ગુલાબચંદ વસાના પુત્ર મિતુલ વસાએ રાજકોટની વિરાણી હાઈસ્કૂલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કર્યા બાદ 1999થી પિતા-કાકાના પારિવારિક વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. 2005માં તેમણે વિસામણ ગ્રુપની સ્થાપના કરી છે. હજુ થોડા વર્ષો પહેલા જ તેમની કંપની વિસામણ ગ્લોબલ સેલ્સ લિ.ને દેશની શ્રેષ્ઠ એમ.એસ.એમ.ઇ. કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો અને તેના જ યંગ એન્ડ ડાયનેમિક મેનેજિંગ ડિરેક્ટર મિતુલ વસાને યંગેસ્ટ બિઝનેસમેન ઓફ ધ યરનો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયો હતો. મિતુલ વસાએ પોતાની કારકિર્દીમાં અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યા છે અને સફળતાના શિખરો સર કર્યા છે. સ્વભાવે પણ તેઓ એટલા જ નમ્ર અને મિલનસાર છે. તેઓ અનેક સામાજિક સંસ્થા સાથે પણ સંકળાયેલા છે.
દેશની પ્રતિષ્ઠિત કંપનીના રજિસ્ટર્ડ વેન્ડર તરીકે વિસામણ ગ્લોબલ સેલ્સ લિમિટેડ કંપની કાર્યરત
વસા પરિવારના સુરપુરા વીસામણદાદાના નામ ઉપર જ શરૂ કરવામાં આવેલી આ કંપની ઇન્ફ્રાસ્ટ્રકચર, વેરહાઉસ, કોલ્ડસ્ટોરેજ, ડિફેન્સ, સીએનસી ઓટોમેશન, સ્ટેડિયમ અને બિલ્ડીંગ માટેના સ્ટ્રક્ચર સ્ટીલ પૂરા પાડે છે. આ કંપની સ્ટેચ્યું ઓફ યુનિટી, મેટ્રો રેલ, રાજકોટ અને વડોદરા બસ પોર્ટ, મુન્દ્રાપોર્ટ, એરપોર્ટ, ઇસરો અને એરફોર્સ વગેરેને સ્ટીલ સપ્લાય કરી ચૂકી છે. અમદાવાદ મેટ્રોથી લઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, રિલાઈન્સ વનતારા (ઝૂ) વગેરે જેવા માતબર પ્રોજેક્ટમાં વિસામણ ગ્રુપ જોડાયેલું છે. આટલું જ નહીં, રિલાઈન્સ, એલ એન્ડ ટી, અદાણીના ઈન્ડિયા લેવલના પ્રોજેક્ટમાં વિસામણ ગ્લોબલ સેલ્સ લિમિટેડ કંપની સ્ટિલ વેન્ડર છે, આ ગ્રુપ દેશની પ્રતિષ્ઠિત કંપનીના રજીસ્ટર્ડ સ્ટીલ વેન્ડર છે.