પ્રેમલગ્ન અને મંદિર વહીપ્રેમલગ્ન અને મંદિર વહીવટની જૂની અદાવતમાં ઘર્ષણ, 100થી વધુ વાહનમાં તોડફોડ-આગચંપી, 120 સામે ગુનો દાખલવટની જૂની અદાવતમાં ઘર્ષણ, 100થી વધુ વાહનમાં તોડફોડ-આગચંપી, 120 સામે ગુનો દાખલ
ખાસ-ખબર ન્યૂઝ સાબરકાંઠા
- Advertisement -
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતાં સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં 7થી 8 લોકોને ઈજા પહોંચી હતી. આ અથડામણમાં કુલ 100 જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, કેટલાક ઘરોના બારી-બારણાના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે. એક કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે. ઉુ.જઙ એ.કે.પટેલે જણાવ્યું હતું કે, પોલીસે 60 વ્યક્તિ સામે નામજોગ સહિત 120 સામે ગુનો દાખલ કર્યો છે. જુની અદાવતમાં બબાલ થઇ હતી. આ જૂથ અથડામણમાં 10થી વધુ લોકોને ઇજા થઇ છે. 20થી વધુ વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે. પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણનો મામલો વધુ સ્પષ્ટ થયો છે. ગામમાં આવેલા ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવત અને સરપંચને લગતાં વિવાદોમાંથી આ ઘર્ષણ સર્જાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને ત્રણ દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન થવાનું હતું, પરંતુ તેના પૂર્વે જ ગામમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ભારે જૂથ અથડામણ થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ મોડી રાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે હિંમતનગરના ઉુજઙ એ.કે. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, હિંસા ફેલાવનારા 25થી 30 જેટલા લોકોને રાઉન્ડ અપ (અટકાયત) કરવામાં આવ્યા છે. હાલમાં મજરા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. પોલીસે બંને જૂથ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.