13 સપ્ટેમ્બરે મોદી ચુરાચંદપુર-ઇમ્ફાલ જશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
PM મોદીની મણિપુર મુલાકાતના બે દિવસ પહેલા, રાજ્યમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. ગુરુવારે મોડી રાત્રે ચુરાચંદપુરમાં તોફાની તત્વોએ ઙખ મોદીનું સ્વાગત કરતા પોસ્ટરો અને બેનરો ફાડી નાખ્યા, બેરિકેડ તોડી નાખ્યા અને આગ લગાવી દીધી.
- Advertisement -
આ ઘટના ચુરાચંદપુર પોલીસ સ્ટેશનથી લગભગ 5 કિમી દૂર આવેલા પિસોનામુન ગામમાં બની હતી. પોલીસે ઉપદ્રવીઓને ભગાડ્યા હતા.તેમણે લાઠીચાર્જ પણ કર્યો હતો. જોકે, કેટલા લોકો ઘાયલ થયા તેની માહિતી જાણી શકાઈ નથી. સમાચાર એજન્સી ઙઝઈંએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે, મોદી 13 સપ્ટેમ્બરે રાજ્યની મુલાકાત લેશે અને 8,500 કરોડ રૂપિયાની ભેટ આપશે. મોદી ચુરાચંદપુરના શાંતિ ગ્રાઉન્ડથી 7,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ વિસ્તારમાં કુકીઓનું પ્રભુત્વ છે.
આ સાથે, PM મૈતેઈ-પ્રભુત્વ ધરાવતા વિસ્તાર ઇમ્ફાલથી 1,200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.
મણિપુર હિંસા પછી મોદીની મણિપુરની આ પહેલી મુલાકાત છે. મણિપુરમાં મે 2023માં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસા શરૂ થઈ હતી.
આ હિંસામાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. મણિપુરમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.
વડાપ્રધાન મોદી મુશ્કેલ સમયે આવી રહ્યા છે : મણિપુરના સાંસદ લીશેમ્બા સનાજાઓબા
મણિપુરના એકમાત્ર રાજ્યસભા સાંસદ લીશેમ્બા સનાજાઓબાએ વડાપ્રધાનની મુલાકાતને રાજ્ય માટે એક મહાન સૌભાગ્ય ગણાવ્યું. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું- એ ખૂબ જ ભાગ્યની વાત છે કે મોદી લોકોની મુશ્કેલીઓ સાંભળશે. મણિપુરમાં ભૂતકાળમાં હિંસક અથડામણોનો ઇતિહાસ રહ્યો છે. જોકે, આવા સમયમાં કોઈ પણ વડાપ્રધાને રાજ્યની મુલાકાત લીધી નથી અને લોકોની વાત સાંભળી નથી. મોદી આવા મુશ્કેલ સમયમાં અહીં આવનારા પહેલા વડાપ્રધાન છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 237 એકરના ઇમ્ફાલમાં ફેલાયેલા કાંગલા કિલ્લાની મુલાકાત લેશે
અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત પહેલા ઇમ્ફાલ અને ચુરાચંદપુરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ઇમ્ફાલમાં લગભગ 237 એકરમાં ફેલાયેલા કાંગલા કિલ્લા અને ચુરાચંદપુરમાં શાંતિ ગ્રાઉન્ડમાં વડાપ્રધાનના સમારોહ માટે એક મોટું સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અહીં મોટી સંખ્યામાં કેન્દ્રીય દળના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.કેન્દ્રીય દળો અને રાજ્ય પોલીસ કાંગલા કિલ્લા પર 24 કલાક નજર રાખી રહી છે. આ સાથે કિલ્લાની આસપાસના ખાઈઓમાં પણ બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 1891માં રજવાડાના વિલીનીકરણ પહેલાં કાંગલા કિલ્લો તત્કાલીન મણિપુરી શાસકો માટે શક્તિનું કેન્દ્ર હતું. ત્રણ બાજુ ખાઈઓ અને પૂર્વ બાજુ ઇમ્ફાલ નદીથી ઘેરાયેલા, આ કિલ્લામાં એક મોટું પોલો ગ્રાઉન્ડ, એક નાનું જંગલ, મંદિરના ખંડેરો અને પુરાતત્વ વિભાગનું કાર્યાલય છે.



