દક્ષિણ 24 પરગણામાં કલમ 163 લાગુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના રવીન્દ્રનગર વિસ્તારમાં બુધવારે બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન, ઉપદ્રવીઓએ પોલીસ સ્ટેશનની બહાર પથ્થરમારો કર્યો, ટાયરો સળગાવ્યા અને એક બાઇકને આગ લગાવી દીધી હતી. અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં 5 લોકો ઘાયલ થયા હતા. 1 મહિલા પોલીસકર્મી સહિત ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કોલકાતા પોલીસ અને રેપિડ એક્શન ફોર્સને તહેનાત કરવામાં આવી હતી. પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા (કજ્ઞઙ) સુવેન્દુ અધિકારી અને રાજ્યના અન્ય ભાજપ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે મેટિયાબ્રુઝ વિધાનસભા મતવિસ્તાર હેઠળના મહેશતલાના વોર્ડ નંબર 7માં રવિન્દ્ર નગર પોલીસ સ્ટેશન નજીક એક શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.
- Advertisement -
વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ કોલકાતા પોલીસ હેડકવાર્ટરની બહાર ધરણા કર્યા અને કેન્દ્રીય દળો તહેનાત કરવાની માંગ કરી. તેમણે રાજ્યપાલ ડો. સી.વી. આનંદ બોઝને રવિન્દ્રનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મુકુલ મિયાને સસ્પેન્ડ કરવા અને તેમની ભૂમિકાની તપાસ કરવાની પણ માંગ કરી છે. શુભેન્દુએ આરોપ લગાવ્યો કે શિવ મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. મુકુલ મિયાએ હિંસા દરમિયાન જાણી જોઈને બેદરકારી દાખવી અને ઉપદ્રવીઓ સંગઠિત થવાની તક આપી. તેમણે પોતાના રાજકીય જોડાણ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે મુકુલે હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.