ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યાના વિરોધના પડઘા હવે છેક મહારાષ્ટ્ર સુધી પડ્યાં છે. ખેડૂતોની હત્યાના વિરોધમાં મહારાષ્ટ્ર સરકારે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. NCP, કોંગ્રેસ અને શિવસેનાના સત્તારૂઢ ગઠબંધન મહાવિકાસ અધાડી (MVA)એ શનિવારના રોજ જણાવ્યું કે, એવું દેખાડવા માટે બંધનું આહ્લવાન કર્યું છે કે, રાજ્ય દેશના ખેડૂતોની સાથે છે. આ સાથે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ શનિવારના રોજ જણાવ્યું કે, તેઓની પાર્ટી ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યાના વિરોધમાં 11 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર બંધમાં સંપૂર્ણ તાકાતથી ભાગ લેશે. બેસ્ટ તરફથી જણાવવામાં આવ્યું કે, મોડી રાતથી અત્યાર સુધી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તેઓની આઠ બસોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી અને ગઈઙ નેતા નવાબ મલિકે જણાવ્યું કે, ‘અમે લોકોને એવી અપીલ કરીએ છીએ કે તેઓએ એક સાથે આવવું જોઇએ. આપણે સૌએ એક દિવસનું કામકાજ બંધ રાખવું જોઇએ. દુકાનદાર ખુદ જાતે જ દુકાન બંધ રાખે. ત્રણ દળોના કાર્યકર્તા દુકાનો, પ્રતિષ્ઠાનો અને લોકોને ખેડૂતો માટે સમર્થન આપવાનું અનુરોધ કરીશું.’
- Advertisement -
મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા બંધ માટે સેંકડો પોલીસ કર્મચારીઓને દાદર સર્કલ પર તૈનાત કરી દેવામાં આવ્યાં છે. જેથી ટ્રાફિક પર પણ તેની અસર દેખાઈ રહી છે.
લખીમપુર ખેરી હિંસાના વિરોધમાં આજે મહારાષ્ટ્રમાં બંધની અસર મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં દેખાઈ રહી છે. સવારથી જ બેસ્ટની બસો નથી ચલાવાઇ રહી. જેથી સામાન્ય લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.