ચાર ઘાયલ: લુંટાયેલા 790 અત્યાધુનિક હથિયારો અને 10648 દારૂગોળા જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરત ગયા બાદ મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે. મણીપુરમાં સોમવારે સવારે હથિયારધારી બે સમૂહો વચ્ચે ગોળીબારમાં ત્રણ લોકોના મોત નિપજયા હતા, જયારે ચાર લોકો ઘાયલ થયા છે. આ ઘટના ક્રાંગચુપ વિસ્તારમાં થઈ હતી. ઘાયલોને ઈમ્ફાલની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પોલીસના અનુસાર તેમની હાલત સ્થિર છે. જયારે આઈએએનએસ અનુસાર સુરક્ષા દળોએ કાર્યવાહી કરીને લૂંટાયેલા 790 અત્યાધુનિક અને ઓટોમેટિક હથિયારની સાથે 10648 દારૂગોળા જપ્ત કર્યા છે.