ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીના તહેવારને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે દિવાળીમાં ટ્રાફિકના નિયમો તોડનારને દંડ ફટકારવામાં નહીં આવે. જે લોકો ટ્રાફિક નિયમનું ભંગ કરશે તેમને સમજાવવામાં આવશે. મહત્વનું છે કે, રાજ્યમાં આજથી એટલે કે 21થી 27 ઓક્ટોબર સુધી પોલીસ દ્વારા દંડ ઉઘરાવવામાં આવશે નહીં.
- Advertisement -
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં કોઈ પણ નાગરિક ટ્રાફિકના નિયમ તોડશે તો દંડ નહીં થાય. ગુજરાતમાં 21થી 27 ઓક્ટોબર સુધી પોલીસ દંડ ઉઘરાવશે નહીં. પરંતુ તેમ છતાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા હર્ષ સંઘવી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.