સાસણગીર પ્રવાસન વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.4
સાસણ ગીર હોટલ એસોસિએશન ની અગત્યની બેઠક હોટલ સરોવર પોર્ટીકો(ભાલછેલ)ખાતે યોજાઈ હતી.આ બેઠકમાં સાસણગીર વિસ્તારના 70 થી પણ વધુ હોટલ,રીસોર્ટ અને ફાર્મ હાઉસના સંચાલકો તથા મેનેજરો ઉપસ્થિત રહ્યા હતાં.આ બેઠકમાં એસોસિએશન નાં પ્રમુખ તરીકે વિનોદભાઈ જીવાણી(સાવજ રીસોર્ટ)ની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.
સાસણગીર પ્રવાસન વિસ્તારના વિકાસ માટે ઘટતી સવલતો ની ચર્ચાઓ કરી વિશ્ર્વ પ્રસિદ્ધ પ્રવાસન વિસ્તાર માટે ઘટતી સવલતોની માંગણી કરવામાં આવી…જેમાં ટુરીસ્ટો ને આકર્ષણ સાથે લાભ આપવા સાસણ થી સતાધાર ટ્રેનમાં ગીરની ઓળખ ઊભી કરતા ડબ્બા મુકી મીટર ગેજ રેલ સફારી નામ આપવું…આંબરડી સફારી પાર્કમાં સિંહોના સ્ટેચ્યુ મુકેલા છે તેવા સ્ટેચ્યુ સાસણ ગીરમાં મુકવા..પ્રવાસીઓની સવલતમાં વધારો કરવા તથા લોકોને આજીવિકા પ્રાપ્ત થાય માટે જીપ્સી ચલાવવા માટે આજુબાજુના ગામોનો સમાવેશ કરવો…ભાલછેલ ગામની ભાગોળે હિરણેશ્ર્વર મહાદેવ મંદિર પાસે હિરણ નદી બારેમાસ વહે છે ત્યાં રિવરફ્રન્ટ બનાવી પ્રવાસન ની સવલતમાં વધારો કરવો..હોમ સ્ટે લાઇસન્સ આપ્યા પણ રીન્યુ કરતા નથી તે માટે સરકારે સહાનુભૂતિપૂર્વક નિર્ણય કરવો..ગીરને પ્રમોટ કરતી જાહેરાતો ફરીથી શરૂૂ કરી ગીરના વિકાસને વેગ આપવા વિગેરે માંગણી કરવામાં આવી હતી.સાસણગીર તથા આ વિસ્તારમાં આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ પડે નહીં માટે હોટલ,ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં ગુણવત્તાસભર ભોજન સાથે ઉત્તમ સવલત આપી ગીરની આન બાન અને શાન વધુ વધારવા એસોસિએશને પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.અંતમાં એસોસિએશન ના નવા વરાયેલ પ્રમુખ વિનોદભાઈ જીવાણીએ સૌનો આભાર વ્યક્ત કરી બેઠકનું સમાપન કર્યું હતું.
- Advertisement -
તા.26થી 30 ડિસેમ્બર પાંચ દિવસની પરમિટ 20 મિનિટમાં બુકિંગ થઈ ગઈ
પરમીટ વેચાણમાં ફ્રોડ થયાનો આક્ષેપ: તપાસની માંગણી
સાસણગીર અભયારણ્યમાં ફરવા આવતા ટુરિસ્ટોને આપવામાં આવતી પરમિટના વેચાણમાં ફ્રોડ થયાની સંભાવના વ્યક્ત થઇ છે.તા.26 થી 30 ડિસેમ્બર પાંચ દિવસ દરમિયાન વેચાણ થયેલ ઓનલાઇન પરમિટ માત્ર 20 મિનિટમાં બુકિંગ થઈ ગયું છે.એસોસિયેશન ની બેઠકમાં માત્ર 20 મીનીટમાં બધી જ પરમીટ નું વેંચાણ થઈ જતાં ઓનલાઈન પરમિટ વેચાણમાં ફ્રોડ થયાની શંકા હોય ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તેવી માંગણી કરવામાં આવી હતી.
- Advertisement -
વિનોદભાઈ જીવાણીની લોક ઉપયોગી સેવાની સુવાસ સર્વત્ર પ્રસરી રહી છે..!!
સાવજ રિસોર્ટમાં આવતી કુંવારી દીકરીઓનો ચાર્જ લેવામાં આવતો નથી
સાસણગીર હોટલ એસોસિએશનના પ્રમુખપદે વરાયેલ વિનોદભાઈ જીવાણી સામાજિક ક્ષેત્રે લોક ઉપયોગી અનેક સેવાઓ આપી રહ્યા છે.આ વિસ્તારમાં તેમની માનવસેવા સર્વત્ર પ્રસરી છે.તેમના પોતાના સાવજ રિસોર્ટમાં આવતી કુંવારી દીકરીઓને રહેવા તથા જમવા માટે વિનામૂલ્યે સવલતો આપવામાં આવે છે તેમજ દીકરીઓને ભેટ આપી સન્માનિત કરવામાં આવે છે.પરોપકારી વિનોદભાઈ જીવાણી ની હોટલ એસોસિએશન નાં પ્રમુખપદે ની વરણી ને સૌએ ઉમળકાભેર વધાવી અભિનંદન આપ્યા હતા.