વિનેશ ફોગાટ આજે એટલે કે 17 ઓગસ્ટની સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા, આ દરમિયાન એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
વિનેશ ફોગાટ એરપોર્ટથી બહાર આવ્યા બાદ બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે તેમની સાથે વાત કરી અને તેમને સાંત્વના આપી. વિનેશ ફોગાટને ભલે સિલ્વર કે ગોલ્ડ મેડલ ન મળ્યો હોય પરંતુ CASમાં સુનાવણી દરમિયાન આખો દેશ તેમની સાથે ઊભો હતો. હવે વિનેશ ફોગાટનું એરપોર્ટ પર કોઈપણ ગોલ્ડ મેડલ વિજેતાની જેમ જ સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
વિનેશ ફોગાટ સમગ્ર ભારત માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ઓલિમ્પિકમાં કુસ્તીની સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બન્યા હતા. દુર્ભાગ્યવશ ફાઇનલ મેચ પહેલા તેમનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું જેના કારણે તેમને ગેરલાયક ઠેરવવા પડ્યા હતા. જ્યારે મામલો CAS સુધી પહોંચ્યો અને ઘણા દિવસોની રાહ જોયા પછી સિલ્વર મેડલ આપવાની તેમની અપીલને ફગાવી દેવામાં આવી હતી.