ખેડૂતો અને કૃષિ સેક્ટર માટે અનેક રાહતો અને પ્રોત્સાહનો જાહેર કરતા રાજ્યના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ : વિજયભાઈ કોરાટ
કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં ખેડૂતો અને કૃષિ સેક્ટર માટે અઢળક રાહતો અને પ્રોત્સાહનો મંજુર કરીને ૧૪ ખરીફ પાક માટેના ટેકાના લઘુતમ ભાવમાં તોતિંગ વધારો કરતા પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, સરકારએ ખેડૂતોને તેમની ઉપજના દોઢ ગણા ભાવ વધુ ચુકવવાનું જે વચન આપ્યું હતું જેને પૂર્ણ કરતા ખેડૂતો અને કૃષિકારોમાં આનંદની ખુશાલી છવાઈ છે.
- Advertisement -
વધુમાં વિજયભાઈ કોરાટએ જણાવ્યું હતું કે, સરકાર સમયાંતરે રાજ્યના ખેડૂતો અને કૃષિકારોના ઉત્કર્ષ માટે પ્રોત્સાહક યોજનાઓની જાહેરાતો થતી હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા કેબીનેટ બેઠકમાં ૧૪ ખરીફ પાકના ટેકાના ભાવમાં સતત ચોથા વર્ષે પણ ૫૦ થી ૮૫ ટકા જેટલો તોતિંગ વધારો કરાયો છે. જેનાથી ખેડૂતોને આવતા સમયમાં ખુબ જ આર્થીક ફાયદો થશે.
ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે ખેડૂતોને આપેલા વચન સમયાંતરે પરિપૂર્ણ કરીને ખેડૂતોને રાહતો આપી તેમની આવકમાં બમણો વધારો થાય તેવા પ્રયત્નશીલ રહ્યા છે. સરકારએ કપાસમાં લઘુતમ ટેકાના ભાવમાં ૨૦ ક્વિંટલે ૨૧૧ રૂપિયાનો તેમજ તુવેર તથા અળદમાં ૩૦૦, મગમાં ૭૯, મગફળીમાં ૨૭૫ રૂ., તલમાં ૪૫૨ રૂ. જેવા ખરીફ પાકમાં સતત ચોથા વર્ષે ૫૦ થી ૮૫ ટકા સુધીનો તોતિંગ ભાવવધારો આપતા સમગ્ર રાજ્યના ખેડૂતો અને કૃષિકારોમાં આનંદની લાગણી છવાઈ છે.
સરકારએ લઘુતમ ટેકાના ભાવમાં વધારો તેમજ અનેક રાહતો જાહેર કરતા ગુજરાતભરના ખેડૂતો-કૃષિકારોને મોટો આર્થીક ફાયદો થશે. જેનાથી આવનારા દિવસોમાં ખેડૂતો-કૃષિકારોની આવકમાં વધારો થશે.


